Viએ અંબાજી ભાદરવી પૂનમ મેળો 2023માં ભાવિક ભક્તોની મદદ માટે હાથ લંબાવ્યો
23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક મેળા દરમિયાન મંદિરની મુલાકાત લેતા ભક્તોની સલામતી અને સુવિધા માટે પ્રાથમિક સારવાર કેન્દ્રની સ્થાપના, દેશભરના Vi ગ્રાહકો 23મીથી 30મી સપ્ટેમ્બર 2023 વચ્ચે Vi એપ અને Vi મૂવીઝ અને ટીવી એપ પર ગમે ત્યારે, ગમે ત્યાંથી અંબાજી મંદિરમાંથી લાઈવ દર્શનનો અનુભવ કરી શકે છે.
ગુજરાતના પવિત્ર તીર્થ સ્થળ અંબાજી મંદિર ખાતે વાર્ષિક ભાદરવી પૂર્ણિમા મેળા પ્રસંગે, અગ્રણી ટેલિકોમ ઓપરેટર Viએ હજારો લોકોની સલામતી માટે કાળજીભર્યા પગલાં લેતાં મંદિરની નજીક એક તબીબી પ્રાથમિક સારવાર કેન્દ્ર સ્થાપવાની પહેલ કરી છે. આ સમયગાળા દરમિયાન મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પગપાળા યાત્રાળુઓ માટે પેઈન કિલરની દવા, ઈમરજન્સી પ્રાથમિક સારવાર કીટ, તેમજ તબીબી સારવારની જરૂર હોય તેવા યાત્રાળુઓને સલાહ-સૂચનો આપવા માટે ડૉક્ટર્સ ઉપસ્થિત છે. ફર્સ્ટ એઇડ સેન્ટર પગપાળા યાત્રાળુઓને આરામ કરવા માટે પથારીની સુવિધાઓથી સજ્જ છે. આ તમામ સેવાઓ અંબાજી મુલાકાતીઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
જે ભક્તો તીર્થયાત્રામાં ભાગ લઈ શકતા નથી અને દેવી અંબાજીના આશીર્વાદ રૂબરૂ લઈ શકવામાં અસક્ષમ છે, તેઓ 23થી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન Vi એપ અને Vi મૂવીઝ અને ટીવી એપ પર અંબે માના લાઈવ દર્શનનો લાભ લઈ શકે છે. આ લાઈવ દર્શન Vi સબ્સ્ક્રાઇબર્સ માટે વિશિષ્ટ સેવા છે. એપ્લિકેશન્સ આ અઠવાડિયા દરમિયાન દરરોજ સવારે 6થી 11 વાગ્યા સુધી મંદિરમાંથી દૈનિક ધાર્મિક વિધિઓનું લાઈવ પ્રસારણ કરશે. વધુમાં અગાઉના દિવસોનું રેકોર્ડેડ ટેલિકાસ્ટ જોવા મટે સબ્સ્ક્રાઇબર્સ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે લૉગ ઇન કરી શકે છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળા નિમિત્તે ગુજરાતના રહેવાસીઓને શુભેચ્છા પાઠવતા, વોડાફોન આઈડિયા લિમિટેડના ક્લસ્ટર બિઝનેસ હેડ સુકાંત દાસે જણાવ્યું હતું કે, “વાર્ષિક અંબાજી મેળો એ ગુજરાતના સૌથી વધુ શુભ અને સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનો એક છે. છેલ્લાં પાંચ વર્ષોમાં, Viએ મંદિરની આસપાસના સ્થાનિક વહીવટીતંત્ર સાથે વિવિધ પહેલો સાથે સાંકળી અને સહાયતા કરી રહી છે જેથી શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરી શકાય અને મંદિરમાં ભીડનું સરળતાથી સંચાલન થઈ શકે. Vi એપ અને Vi મૂવીઝ અને ટીવી એપ દ્વારા સ્ટ્રીમ થયેલ લાઈવ દર્શન એક મોટી પહેલ હાથ ધરી છે, તીર્થયાત્રા કરવામાં અસમર્થ ભક્તોએ તેની ખૂબ પ્રશંસા કરી છે. ગયા વર્ષે અમારી Vi એપ અને Vi Movies & TV એપ દ્વારા 1 લાખ ભાવિક ભક્તોએ દેવી અંબે માની આરતી લાઈવ જોઈ હતી.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.