વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ કોલકાતામાં સંપન્ન
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધન કર્યું.
વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે કોલકાતા રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું.
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ રોડ
શૉમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓ
ઉપસ્થિત રહી હતી.
રોડ શૉ પહેલા, ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ
ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં વેસુવિયસ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નીતિન
જૈન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના લિગલ એન્ડ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ અને કંપની સેક્રેટરી શ્રી જિતેન્દ્ર કુમાર, મૉલકોમ ઈન્ડિયા
લિ.ના ડિરેક્ટર શ્રી ગિરિરાજ માલ, ટીટાગઢના ડિરેક્ટર શ્રી પ્રિતિશ ચૌધરી, પર્પલ માઇક્રોપોર્ટ સાયન્ટિફિક ઇન્ડિયા પ્રા. લિમિટેડના વાઇસ
પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી સીઇઓ શ્રી દિનેશ અરોરા, બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને
એન્જિનિયરિંગના ગ્રુપ હેડ શ્રી રાજેશ તિવારી, IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના MD શ્રી એ. મુખોપાધ્યાય, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝના
સીએફઓ શ્રી આર. ચૌધરી, શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જી લિમિટેડના CEO શ્રી દીપક ગોયલ, સેનકો ગોલ્ડ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર
શ્રી સુવંકર સેન, એટમોસ્ફિયરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ. મોહાપાત્રાનો સમાવેશ થાય છે.
આ બેઠકો દરમિયાન, તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી અને છેલ્લા બે દાયકામાં ગુજરાત કેવી રીતે
વિકાસ માટે રોલ મોડેલ અને પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતના નીતિ-આધારિત અભિગમને
રાજ્યમાં રોકાણ માટેના આકર્ષણનું શ્રેય આપતાં 2002 અને 2022 ની વચ્ચે US$ 55 બિલિયનની ગુજરાતની સંચિત એફડીઆઈ અંગે
પણ વાત કરી હતી. સાથે ગુજરાતની વિવિધ પોલિસીઓ જેમકે ગુજરાત રિન્યુએબલ પોલિસી 2023,આત્મનિર્ભર ગુજરાત સ્કિમ 2022,
ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી 2021, ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી 2021, ટુરીઝમ પોલિસી અને ટેક્સટાઈલ
પોલિસી અંગે વાત કરી હતી. વધુમાં, તેમણે ભારતની નિકાસમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન તરફ ધ્યાન દોર્યું, જેમાં 2022-23માં 33%
થી વધુ નિકાસ રાજ્યમાંથી થઈ હતી. રાજ્યનો વ્યાપક દરિયાકિનારો, ભારતના 40% કાર્ગોનું સંચાલન કરે છે. સાથે 84 લાખથી વધુ
લોકોને રોજગારી આપતા 14.6 લાખથી વધુ નોંધાયેલા MSMEs ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવે છે.
ગુજરાતમાં ઘાતક ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે.
સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં આવેલી AM/NS ઈન્ડિયા કંપનીમાં વર્ષના અંતિમ દિવસે એક દુ:ખદ આગની ઘટના બની.
નવા વર્ષના તહેવારો પૂર્વે, અમદાવાદની ઇસનપુર પોલીસે ગેરકાયદેસર વેચાણના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને, માદક દ્રવ્યોના ઇન્જેક્શનનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.