Vibrant Gujarat : બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે : ભાનુબેન બાબરીયા
ભાવનગરમાં તા. ૧૩ અને ૧૪ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાઇ રહી છે જેનો પ્રારંભ ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ઉદ્યોગકારો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત વર્ષ ૨૦૦૩ માં શરૂ થયેલી નાના પાયે ઇવેન્ટ હતી જેને આજે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ ઇવેન્ટ અંતર્ગત જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભાવનગરમાં તા. ૧૩ અને ૧૪ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાઇ રહી છે જેનો પ્રારંભ ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ઉદ્યોગકારો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલાં વાવેલું વાઇબ્રન્ટા સમિટનું બીજ આજે એક વટવૃક્ષ બનીને વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યું છે. દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે વાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત ઉકિતને આ સમિટ દ્વારા દેશ વિદેશમાં પહોંચેલા ગુજરાતના ઉદ્યોગો અને ઔદ્યોગિક ઉત્પાદનો સુપેરે સાર્થક કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.
વિકટ પરિસ્થિતિઓમાં થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભૂકંપ, દુષ્કાળ સહિત અનેક સામાજિક સમસ્યાઓને કારણે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ કપરી બની હતી. આવી વિકટ પરિસ્થિતિઓ અને પડકારોમાંથી રાજ્યને બહાર લાવવાના દ્રઢ નિશ્ચય સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી. પહેલી સમિટ જૂજ લોકોથી શરૂ થયેલી, જે આજે રાજ્ય સરકારના આયોજપૂર્વકના પ્રયત્નો થકી રાજ્યના દરેક જિલ્લા સુધી પ્રસરી છે એમ તેમણે ઉમેર્યું હતું.
વાઈબ્રન્ટ સમિટ વિશે વધુમાં વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ શબ્દનો અર્થ જીવંત એવો થાય છે. વાઈબ્રન્ટ સમિટ આજે અર્થતંત્રને જીવંત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશીપણા થકી શરૂ થયેલી આ સમિટ રાજ્ય અને દેશના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. વાઈબ્રન્ટ ડીસ્ટ્રિકટ કાર્યક્રમનો ઉદ્દેશ જિલ્લાના નાના-મોટા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, સ્વ-સહાય જૂથો વગેરેને એક હકારાત્મક પ્લેટફોર્મ પૂરું પાડીને રાજ્યના આર્થિક વિકાસની મુખ્યધારામાં સામેલ કરવાનો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વધુમાં વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ સમજદારી, જવાબદારી અને ભાગીદારી થકી સાર્થક બને છે, જે આપણા વડાપ્રધાનશ્રીએ સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ ૨૦ વર્ષ પહેલાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે આ યોજનાનો દિશાસૂચક આયોજન થકી પ્રારંભ કરાવેલો. વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં કાર્ય કરતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારીપૂર્વક આ ઉપક્રમને આગળ ધપાવતાં આજે રાજ્યના દરેક જિલ્લામાં રોજગારી સર્જન કરવાના સંકલ્પ સાથે વાઈબ્રન્ટ ડીસ્ટ્રિકટ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.