વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં રૂ. ૪૪૯ કરોડના ૫૪૬ MOU થયા
ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત આજે પોરબંદરમાં તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. ૪૪૯ કરોડના ૫૪૬ MOU થયા હતા.
વાઇબ્રન્ટ- ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત આજે પોરબંદરમાં તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. ૪૪૯ કરોડના ૫૪૬એમ.ઓ.યુ થયા હતા.
પોરબંદર જિલ્લાની વાઇબ્રન્ટ સમિટમાં પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં આજે થયેલા એમઓયુ થી વધુ યુવાનોને રોજગારી મળશે. તેઓએ ઉદ્યોગ સાહસિકોને આવકારી પોરબંદર જિલ્લામાં જરૂરી માળખાગત વિકાસ પણ કરવામાં આવશે તેમ જણાવી રાજ્ય સરકારના ઔદ્યોગિક વિકાસના વિઝન સાથે રોકાણકારો માટે ગુજરાતમાં ઉપલબ્ધ અનુકૂળતાઓની માહિતી આપી હતી.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી ગુજરાત વાઇબ્રન્ટમાં ગુજરાતના વધારે વિકાસ ના આયામો સાથે વિકાસની સિદ્ધિઓ હાંસલ થવાની છે ત્યારે જિલ્લા સમીટની સફળતા અંગે કલેકટરની- જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
મંત્રી શ્રી એ પોરબંદર માંથી બહાર ગયેલા ઉદ્યોગસાહસિકોને ફરી પોરબંદર આવવા તેમજ પોરબંદર જિલ્લામાં વિકાસની જે તકો રહેલી છે તે જણાવી ફીસરીઝ એગ્રીકલ્ચર અને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ માટે સૌના સહકારથી આગળ વધવા આહવાન કર્યું હતું. રાજ્યસભાના સાંસદ અને પોરબંદર જિલ્લાના વતની- ઉદ્યોગ સાહસિક શ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશ વિકસિત થાય, વધુને વધુ ઉદ્યોગો રાજ્ય અને પોરબંદરમાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા જિલ્લા અને રાજ્યમાં ઉદ્યોગ સાહસિકો વધુ રોકાણ કરે તે માટે કાર્યરત છે. આ તકે સાંસદ શ્રી એ ધંધામાં પ્રમાણિકતા ખૂબ જ જરૂરી છે તેમ જણાવી કહ્યું હતું કે, સર્વિસ યુનિટ, ટુરિસ્ટ ગાઈડ સહિતના ક્ષેત્રે રોકાણ વગર પણ આર્થિક ઉપાર્જન કરી શકાય છે. ધંધો શરૂ કરવા માટે સાહસ ખૂબ જ જરૂરી હોય છે. રાજ્ય તથા કેન્દ્ર સરકાર ઉદ્યોગ સાહસિકો માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.