મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે ૬૫ હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અમદાવાદના પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ અવસરના સાક્ષી બન્યા હતા.
અમદાવાદમાં આયોજીત આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨,૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે તેને ત્રીજા નંબરે લઈ જવામાં તથા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં વાઇબ્રન્ટ સમિટ અને વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ જેવા લાર્જ સ્કેલ આયોજનો ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાની ફળશ્રુતિને જિલ્લાસ્તરે વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આ વર્ષની વાઇબ્રન્ટ-૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટની નવતર પહેલ શરૂ કરી છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @૨૦૪૭નો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવી ઉભો રહેવા સજ્જ બનાવવો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, જિલ્લા સ્તરે ઉદ્યોગકારો - રોકાણકારોમાં પાર્ટિસિપેશન અને ઓનરશીપની ભાવનાથી વાઇબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડીંગ બેય માટે સક્ષમ મંચ મળે છે. આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, SHG, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, B2B, B2C, B2G મીટીંગ્સ પણ યોજવામાં આવે છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ નો જે મંત્ર આપ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટ સાકાર કરે છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો
જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું.
દુધાળા ગામે આવેલ વિશ્વાસ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી કેમેરામા બે ડાલા મથા સિંહો થયા કેદ. દુધાળા થી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે બે સિંહો રોડ પસાર કરતા હોય તેવા સીસીટીવી કેમેરા મા કેદ.
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ટેક્નોલોજી એનેબ્લિંગ સેન્ટર (TEC) એ નવીન અને ક્રાંતિકારી પવન ઉર્જા સિસ્ટમ વિકસાવી છે, જેમાં આર્કિમિડિઝ વિન્ડ મીલ અને ટ્રમ્પેટ વિન્ડ ટર્બાઇનનું એકીકરણ કરવામાં આવ્યું છે.