વડોદરા ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને મળ્યો DRM એવોર્ડ
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝનના 32 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સંરક્ષા અધિકારી શ્રી ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે શ્રી અલ્પેશ રામા, ખલાસી, શ્રી મહેન્દ્ર ફતેસિંહ, ટ્રેકમેન-II, શ્રી બબલુ કુમાર, ટ્રેકમેન-IV, શ્રી દિલીપ કુમાર, ટ્રેકમેન-IV, શ્રી. સંજયકુમાર મીઠાઈલાલ, સિનિયર ટેકનિશિયન, શ્રી કાંતિલાલ વિઠ્ઠલ સાબલે, એમ.એફ.સી.બ્લેક સ્મિથ , શ્રી સંજીત કુમાર,ગેટકીપર, શ્રી બલરામ પ્રસાદ ગુપ્તા, એસ.એસ.ઈ./ कै&वै , શ્રી જયકરણ કુમાર, એસ.એસ.ઈ./ कै&वै , શ્રી યોગેશ ચંદ્ર શર્મા, સ્ટેશન માસ્તર, શ્રી અજય શર્મા, સ્ટેશન માસ્તર, શ્રી મનોજ ઝા, સ્ટેશન અધિક્ષક, શ્રી. ધનંજય પ્રસાદ, સ્ટેશન અધિક્ષક, શ્રી સંજીવ કુમાર યાદવ, ટ્રેન મેનેજર (ગુડ્સ ટ્રેન), શ્રી નિરંજન શ્રીવાસ્તવ, ટ્રાફિક નિરીક્ષક, શ્રી બિનય કુમાર ઝા, સ્ટેશન અધિક્ષક, શ્રી અફઝલ અલી સૈયદ, શંટીંગ માસ્ટર, શ્રી ધીરુ એમ. વાઘેલા, પોઇન્ટ્સમેન, શ્રી કિરીટ બી., પોઇન્ટ્સમેન, શ્રી જીતેન્દ્ર કુમાર, સ્ટેશન માસ્ટર, શ્રી નરેન્દ્ર સિંઘલ, પોઈન્ટ્સમેન, શ્રી કિરણ કુમાર, આસિસ્ટન્ટ (ટીઆરડી), શ્રી જયસિંહ મીણા, એસઆઈપીએફ, શ્રી હિતેશ ગૌતમ, એએસઆઈ, શ્રી જગદીશ ભાભોર, હેડ કોન્સ્ટેબલ, શ્રી પંકજ ચૌધરી, કોન્સ્ટેબલ શ્રી રામહેત મીના, સિનિયર ટેકનિશિયન, શ્રી મુકેશ કુમાર મીના, લોકો પાયલોટ (ગુડ્સ ટ્રેન), શ્રી એસ. સી. પ્રજાપતિ, ચીફ લોકો ઈન્સ્પેક્ટર, શ્રી ગોવિંદ એચ., લોકો પાઈલટ (શન્ટર), શ્રી રણજીત સિંહ, લોકો પાઈલટ (ગુડ્સ ટ્રેન), શ્રી સત્ય પ્રકાશ ગુપ્તા, આસિસ્ટન્ટ લોકો પાઈલટને મેરીટ પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કર્યા હતાં.તમામ સન્માનિત કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે આ સતર્ક સુરક્ષા રેલ પ્રહરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સિંહે જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનમાં વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."
સુરેન્દ્રનગરના ગેડિયા ગામે 2021માં થયેલા હનીફ ખાન અને મદીનખાનના એન્કાઉન્ટર કેસમાં ધ્રાંગધ્રા કોર્ટે PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIRનો આદેશ આપ્યો. સમગ્ર ઘટના, કોર્ટનો નિર્ણય અને પરિવારની પ્રતિક્રિયા જાણો.