વિક્રમ સોલર આરએન્ડડી લેબને એનએબીએલ એક્રિડિટેશન મળ્યું
વિક્રમ સોલરને ઉચ્ચ ક્ષમતા ધરાવતા સોલર પીવી મોડ્યુલ્સની કામગીરી અને વિશ્વસનિયતા ચકાસવા માટે પ્રતિષ્ઠિત નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) તરફથી ISO 17025 એક્રિડિટેશન મળ્યું છે.
કોલકતા : ભારતની અગ્રણી મોડ્યુલ ઉત્પાદકોમાંની એક વિક્રમ સોલરને ઉચ્ચ ક્ષમતા ધરાવતા સોલર પીવી મોડ્યુલ્સની કામગીરી અને વિશ્વસનિયતા ચકાસવા માટે પ્રતિષ્ઠિત નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (NABL) તરફથી ISO 17025 એક્રિડિટેશન મળ્યું છે. ફાલ્ટા, પશ્ચિમ બંગાળ ખાતે વિક્રમ સોલરની અત્યાધુનિક આરએન્ડડી લેબોરેટરીની એક્રિડિટેશન પ્રક્રિયામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે વિગતવાર ક્વોલિટી સિસ્ટમ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.
આ સિધ્ધિ અંગે બોલતા વિક્રમ સોલરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) જ્ઞાનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “સાતત્યતા, નવીનીકરણ, વિશ્વાસપાત્ર પ્રોડક્ટ્સ દ્વારા આત્મનિર્ભર ભારતનાં નિર્માણનાં પ્રયાસમાં વિક્રમ સોલર માટે આ મહત્વપૂર્ણ પગલું છે, જે સોલર ઉદ્યોગમાં અમારી ટેસ્ટિંગ ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા વિસ્તરણને મજબૂત કરે છે. આ એક્રિડિટેશનથી અમારા ગ્રાહકોને અમારા પીવી મોડ્યુલ્સનાં મલ્ટીપલ એસેસમેન્ટ અંગેનો સમયસર, ચોક્કસ અને પારદર્શક ડેટા ઉપલબ્ધ થશે.
નિયમનકારી સંસ્થા દ્વારા મળેલું એક્રિડિટેશન એ વાતનું પ્રમાણ છે કે અમારી મોડ્યુલ કાર્યક્ષમતા અને પર્ફોમન્સનાં પરિણામ સાતત્યપૂર્ણ, સચોટ છે અને ઉદ્યોગનાં સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે. અમને વિશ્વાસ છે કે તેનાથી અમારી પ્રોડક્ટ્સની ગુણવત્તામાં ગ્રાહકોનો વિશ્વાસ વધશે.”
વિક્રમ સોલરે રાષ્ટ્રનાં હરિત ઊર્જાનાં લક્ષ્યાંકો સાકાર કરવા માટે હંમેશા સ્થાનિક સ્તરે ઉત્પાદન સોલર મોડ્યુલ્સનાં ઇનોવેશન, પર્ફોમન્સ અને ગુણવત્તા પર ફોકસ કર્યું છે અને નેટ ઝીરો વિઝનને સાકાર કર્યું છે. NABL એક્રિડિટેશન ઊચ્ચ કાર્યક્ષમતા ધરાવતા મોડ્યુલ્સમાં મજબૂત ડોમેસ્ટિક વેલ્યુ ચેઇન ઊભી કરવાની કંપનીની પ્રતિબધ્ધતા પર ભાર મૂકે છે.
ભારત સરકાર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ, લાખો નાગરિકોને મફત અને સબસિડીવાળા રાશન પ્રદાન કરે છે. 1 જાન્યુઆરી, 2025 થી, રેશનકાર્ડ સિસ્ટમમાં નોંધપાત્ર સુધારાઓ અમલમાં આવશે,
વર્ષની અંતિમ આરતીમાં ભાગ લેવા મંગળવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે NTR ભરોસા પેન્શન વિતરણ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો, પેન્શનનું વિતરણ કરવા માટે લાભાર્થીઓના ઘરની વ્યક્તિગત મુલાકાત લીધી હતી.