વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉત્સાહભેર આવકાર કરતા તાબદા અને ઝાંકનાં ગ્રામજનો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડા તાલુકાનાં તાબદા અને ઝાંક ગામે આવી પહોચતાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સૌએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.
રાજપીપળા: વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડા તાલુકાનાં તાબદા અને ઝાંક ગામે આવી પહોચતાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સૌએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.
સાથે સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના
અનુભવો રજૂ કરી સરકારશ્રીની યોજનાનો લાભ લેવા ગ્રામજનોને પણ પ્રોત્સાહિત કર્યા હતાં. ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરીને યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો.
કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, વિભાગનાં અધિકારી-પ્રતિનિધિશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.