Vinod Kambli: વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli: વિનોદ કાંબલી ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડતા તેમને શનિવારે મોડી રાત્રે થાણેની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Vinod Kambli: ભારતીય ટીમના ક્રિકેટર વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથેનો વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો, જેમાં તે સચિનને તેની બાજુમાં બેસવાનું કહે છે. બંને જૂના મિત્ર કોચ રમાકાંત આચરેકર માટે આયોજિત એક કાર્યક્રમમાં મળ્યા હતા. આ કાર્યક્રમમાં પણ કાંબલીની હાલત ખરાબ જોવા મળી હતી. હવે ફેન્સ માટે દિલ તોડનારા સમાચાર આવ્યા છે. કાંબલીની તબિયત અચાનક બગડતાં તેને થાણેની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં ડોકટરોની ટીમ તેની સંભાળ લઈ રહી છે અને તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.