Virat Kohli Property: મુંબઈમાં 34 અને ગુરુગ્રામમાં 80 કરોડનું ઘર, જાણો કોહલીની કમાણી સાથેનું કાર કલેક્શન
Virat Kohli House: વિરાટ કોહલીની વાર્ષિક આવક કરોડોમાં છે. એક રિપોર્ટ અનુસાર કોહલીની નેટવર્થ એક હજાર કરોડની નજીક પહોંચી ગઈ છે.
Virat Kohli Net Worth Car Collection: વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. તાજેતરમાં કોહલી સાથે જોડાયેલા એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર કોહલીની નેટવર્થ એક હજાર કરોડને વટાવી ગઈ છે. કોહલીની વાર્ષિક આવક કરોડોમાં છે. તેની પાસે ઘણી મોંઘી કાર છે. આ સાથે કોહલીએ ઘણી બ્રાન્ડ્સ સાથે જોડાણ પણ કર્યું છે. કોહલીનો ગુરુગ્રામમાં બંગલો છે, જેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે.
વિશ્વના અખબારો અને સામયિકો કોહલી વિશે સમાચાર લખે છે. તાજેતરમાં સ્ટોક ગ્રોએ કોહલીને કવર પેજ પર દર્શાવ્યો છે. આ હિસાબે કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ છે. કોહલીને ટીમ ઈન્ડિયા પાસેથી વાર્ષિક 7 કરોડ રૂપિયા પગાર મળે છે. તે ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા અને વનડે માટે 6 લાખ રૂપિયા લે છે. અને T20 ઇન્ટરનેશનલ મેચ માટે તેઓ 3 લાખ રૂપિયા લે છે. કોહલીને T20 લીગ મેચો માટે વાર્ષિક 15 કરોડ રૂપિયા મળે છે.
વિરાટે 8 સ્ટાર્ટઅપ્સને ફંડ આપ્યું છે. તે જ સમયે, તેણે 18 બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે. કોહલીની પોતાની બ્રાન્ડ પણ છે, જે કપડાં અને શૂઝ માટે જાણીતી છે. કોહલીના ઘરની વાત કરીએ તો તેના ગુરુગ્રામ બંગલાની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. મુંબઈમાં 34 કરોડ રૂપિયાનો બંગલો છે. વિરાટના પણ મોંગી ગાડીઓનો સોખીન છે તેના કાર કલેક્શનમાં ઓડી, રેન્જ રોવર, ફોર્ચ્યુનર અને ઓડીનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમશે. કોહલી આ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ જઈ શકે છે. જોકે ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ટેસ્ટ બાદ ભારત વનડે અને ટી-20 સિરીઝ પણ રમશે. ODI શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે. અને આ પછી 3જી ઓગસ્ટથી ટી20 સિરીઝ રમાશે.
2025 ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડના નિરાશાજનક અભિયાનને કારણે નેતૃત્વમાં મોટો ફેરફાર થયો છે. સતત બે હારનો સામનો કર્યા પછી અને ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, જોસ બટલરે જાહેરાત કરી કે તે દક્ષિણ આફ્રિકા સામેની તેમની અંતિમ ગ્રુપ મેચ બાદ ઇંગ્લેન્ડના વ્હાઇટ-બોલ કેપ્ટન તરીકે રાજીનામું આપશે.
ભારતીય કોર્પોરેટ T20 બૅશ (ICBT20), ટોચના પ્રદર્શન કરનારા યુવા કોર્પોરેટ ખેલાડીઓ માટેની એક નવી અને વ્યાપારીક T20 વાર્ષિક ક્રિકેટ લીગ, આજે દિલ્હી માં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી.
WPL 2025 માં RCB vs GG પર નવીનતમ અપડેટ્સ મેળવો! મેચની હાઈલાઈટ્સથી લઈને કાશવી અને રિચા ઘોષના મુખ્ય પ્રદર્શન સુધી, આ રોમાંચક એન્કાઉન્ટરના વિગતવાર વિશ્લેષણમાં ડૂબકી લગાવો. લાઇવ સ્કોર્સ, પ્લેયર વ્યૂહરચના અને નિષ્ણાત કોમેન્ટ્રી માટે જોડાયેલા રહો.