વિરાટ કોહલીએ મોટા દિગ્ગજોને પાછળ છોડીને ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ મહાન રેકોર્ડ બનાવ્યો
RCB અને CSK વચ્ચે રમાઈ રહેલી IPL 2024ની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ એક મોટું પ્રદર્શન કર્યું છે. 6 રન બનાવ્યા બાદ કોહલીએ તેની T20 કરિયરમાં 12 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તેની T20 કારકિર્દીમાં 12 હજાર રન પૂરા કર્યા છે. કોહલી આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આઈપીએલ 2024ની પ્રથમ મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની 17મી સિઝન આજથી શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ RCB અને CSK (RCB vs CSK) વચ્ચે રમાઈ રહી છે. જ્યાં કોહલીએ પોતાના પ્રથમ 6 રન બનાવતાની સાથે જ આ રેકોર્ડ બનાવી લીધો હતો.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ પોતાના T20 કરિયરમાં 12 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેની પહેલા પાંચ ખેલાડીઓ આ કરી ચુક્યા છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે T20માં 14,562 રન બનાવ્યા છે. બીજા સ્થાને પાકિસ્તાનનો શોએબ મલિક છે, જેણે 13,360 રન બનાવ્યા છે. કિરોન પોલાર્ડ (12,900 રન), એલેક્સ હેલ્સ (12,319 રન) અને ડેવિડ વોર્નર 12,065 રન સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.
IPLની વાત કરીએ તો વિરાટ કોહલી આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે RCB માટે 237 મેચમાં 7263 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. પ્રથમ દાવની જેમ તેણે બીજી ઈનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ટેસ્ટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી. આ ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
બોક્સિંગ ડે ટેસ્ટમાં સદીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટમાં ત્રીજા દિવસે એક સદી અને એક બેવડી સદી જોવા મળી હતી. આ રીતે એક મોટો રેકોર્ડ બન્યો.
Nitish Reddy: ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં નીતિશ રેડ્ડીએ શાનદાર બેટિંગ કરી હતી અને તેણે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.