૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ વિરડી પ્રાથમીક શાળા બાળકો માટે સમર્પિત
લીલીયા તાલુકામાં ૧ કરોડ અને ૩૦ લાખના ખર્ચે તૈયાર થનાર નાનાલીલીયા પ્રાથમિક શાળા તથા શેઢાવદર પ્રાથમિક શાળાનુ થયુ ભુમિપુજન.
ભારત સરકારે શાળાકીય શિક્ષણ ક્ષેત્ર માટે પૂર્વ-પ્રાથમિક થી ધોરણ-૧ર સુધી એક વિસ્તૃત કાર્યક્રમ, સમગ્ર શિક્ષાની શરૂઆત કરી છે અને શાળાકીય શિક્ષણની સમાન તકો અને સમાન અધ્યયન નિષ્પત્તિઓને આધારે શાળાની અસરકારકતામાં સુધારો કરવાનું વ્યાપક લક્ષ્ય ધરાવે છે. તે પૂર્વ-પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિકથી ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી અતૂટ સાંકળ તરીકે શાળાની કલ્પના કરે છે. ત્યારે ગણેશ ચતુર્થીના શુભ દિવસે કરમિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળાએ વિકાસ કામોની પહેલ કરીને નામના નહી પણ કામના ધારાસભ્ય તરીકેની ખ્યાતિ પામેલા શ્રી મહેશ કસવાલાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ નવ નિર્મિત પ્રાથમિક શાળાનું બાંધકામ તથા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના અલગ અલગ ગામોમાં સરકારી માઘ્યમીક શાળા અને શાળાના આનુષાંગીક કામો સહિતના ૩ કરોડ ૩૦ લાખના કામોનો શુભારંભ ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
વિરડી ગામે ગ્રામજનોની ઉપસ્થિતીમાં વીરડી ગામે રૂપિયા 40 લાખના ખર્ચે નિર્માણ પામેલી નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત રૂપિયા 10 લાખના ખર્ચે નવીનીકરણ પામનાર શાળા પરિસરની અન્ય ઈમારતના કાર્યનો પ્રારંભ ધારાસભ્ય કસવાલાએ કરાવ્યો, ત્યારબાદ મિતીયાળા ગામે સરપંચશ્રી તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૧.૫૦ કરોડના ખર્ચે મંજુર થયેલ સરકારી માઘ્યમીક શાળાના બિલ્ડીંગના કામનું ભુમિપુજન કરયું તેમજ લીલીયા તાલુકાના રૂા.૧ કરોડના ખર્ચે મંજુર કરાવેલ નાનાલીલીયા નવી પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું ભુમીપુજન કરયુ ત્યારબાદ શેઢાવદર ગામે સરપંચશ્રી તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૩૦ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક શાળાનુ ભુમીપુજન કર્યુ હતુ.
આ સમગ્ર કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશ કસવાલા સાથે જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન પ્રતિનીધીશ્રી ભીખાભાઇ ધોરાજીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જીતુભાઇ કાછડીયા તથા કાનજીભાઇ નાકરાણી, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પુનાભાઇ ગજેરા અને વિપુલભાઇ દુધાત, તાલુકા ભાજપા પ્રમુખશ્રીઓ જીવનભાઇ વેકરીયા તથા ભનુભાઇ ડાભી, મહામંત્રીશ્રીઓ ગૌતમભાઇ વિંછીયા અને જીગ્નેશભાઇ સાવજ, પૂર્વ તા.પં.પ્રમુખશ્રી મનુભાઇ ડાવરા, તાલુકા પંચાયત સદસ્યશ્રી પ્રમોદભાઇ રંગાણી તથા જયસુખભાઇ સુરાણી, તાલુકા ભાજપ બક્ષીપંચ મોર્ચાનાશ્રી કિશનભાઇ ખુમાણ અને પરેશભાઇ પાંડા લીલીયા તથા ભેંસવડી સરપંચ શ્રી ભરતભાઈ ઠુંમર, નાનાલીલીયા સરપંચ શ્રી અરવિંદભાઈ માલવિયા, શેઢાવદર સરપંચશ્રી ગોવિંદભાઈ કાનાણી, અનિલભાઈ પાનસેરીયા નિલેશભાઈ વિંછીયા, પત્રકારશ્રી ઇમરાનભાઇ પઠાણ તથા ભાજપ અગ્રણીશ્રીઓ સહીતના સ્થાનિક આગેવાનો જોડાયેલ હતા ત્યારે આ અગાઉ કરોડો ઉપરાંતની સૈધાંતિક મંજૂરીઓ સરકાર માંથી મંજૂર કરાવીને કામમાં માનનારા ધારાસભ્ય કસવાળાએ મતદારોને આપેલા વચનો પાળી બતાવવામાં પાછી પાની કરી નથી તેમ અટલધારા કાર્યાલયની યાદીમાં જે.પી. હિરપરાએ જણાવ્યુ હતુ.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.