11 નવેમ્બરે ઉડશે વિસ્તારાની છેલ્લી ફ્લાઇટ, જાણો ક્યાં જશે કંપનીના તમામ પ્લેન અને સ્ટાફ
એરલાઇન કંપની વિસ્તારા, ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. હાલમાં, ટાટા વિસ્તારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે અને સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ 49 ટકા હિસ્સો ધરાવે છે.
સિંગાપોર એરલાઈન્સને એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણ માટે ભારત સરકાર તરફથી એફડીઆઈની મંજૂરી મળી છે. આ મંજૂરી બાદ બંને એરલાઈન કંપનીઓના મર્જરની પ્રક્રિયામાં ઝડપ આવશે અને આ વર્ષના અંત સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. વિસ્તારાએ શુક્રવારે જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બર, 2024થી ફ્લાઇટ બુકિંગ 12 નવેમ્બર, 2024ના રોજ અથવા તે પછીની મુસાફરી માટે બંધ થઈ જશે. આ પછી, એર ઈન્ડિયા 12 નવેમ્બરથી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરશે.
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે નિયમનકારી મંજૂરી મળ્યા બાદ વિસ્તારાના પ્લેન અને ક્રૂ મેમ્બર્સને 12 નવેમ્બરે એર ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે. વિલ્સને શુક્રવારે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે કંપની હવે લાંબી અને જટિલ મર્જર પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છે.
સીઈઓએ જણાવ્યું હતું કે 12 નવેમ્બર અને ત્યારબાદ વિસ્તારાની ફ્લાઈટ્સ પર પહેલાથી જ બુક કરાયેલા મુસાફરોના ફ્લાઈટ નંબરને એર ઈન્ડિયાના ફ્લાઈટ નંબરોમાં બદલવામાં આવશે. સપ્ટેમ્બરમાં તબક્કાવાર આ કામ પૂર્ણ કરવામાં આવશે અને જ્યારે આવું થશે ત્યારે મુસાફરોને વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવશે. કેમ્પબેલ વિલ્સને કહ્યું કે લગભગ તમામ કેસોમાં 2025ની શરૂઆત સુધી પ્લેન, સમયપત્રક અને ઓપરેશનલ ક્રૂમાં કોઈ ફેરફાર થશે નહીં.
તમને જણાવી દઈએ કે એરલાઈન કંપની વિસ્તારા, ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું જોઈન્ટ વેન્ચર છે. હાલમાં, ટાટા વિસ્તારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે અને સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ 49 ટકા હિસ્સો ધરાવે છે. એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર બાદ ટાટા ગ્રુપ એર ઈન્ડિયામાં સિંગાપોર એરલાઈન્સનો 25.1 ટકા હિસ્સો ધરાવશે.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાં ભાવ સ્થિર છે, અન્ય શહેરોમાં વધઘટ નોંધવામાં આવી છે.
સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે બેન્ક, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા 1-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ, મીડિયા 1-1 ટકા વધ્યા હતા.