ફોક્સવેગન ઈન્ડિયાએ ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત ગ્રાહકોને સહાય પૂરી પાડી
'ગ્રાહક-પ્રથમ' ફિલસૂફીને મજબૂત બનાવતા, ફોક્સવેગને ગુજરાત રાજ્યમાં પૂરથી અસરગ્રસ્ત ગ્રાહકોને સેવા સહાય પૂરી પાડી છે. આ મહિનાની શરૂઆતમાં, ફોક્સવેગન ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ,હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) ચંદીગઢના ક્ષેત્રમાં સહાયની જાહેરાત કરી હતી.
ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ ગુજરાતમાં ગ્રાહકો માટે તેની પૂર સહાયતા પહેલના વિસ્તરણની જાહેરાત કરી છે. અતિભારે વરસાદના આક્રમણને કારણે રાજ્યના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. એક જવાબદાર બ્રાન્ડ તરીકે આ પડકારજનક સમયમાં અમારા ગ્રાહકોને શક્ય તેટલું સમર્થન આપવાનો અમારો પ્રયાસ છે.
ફોક્સવેગન ઈન્ડિયા ગુજરાતના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના મફત રોડસાઈડ સહાય (RSA) રજૂ કરી રહી છે. 31 ઓગસ્ટ, 2023 સુધી 24X7 ફ્રી રોડસાઇડ સહાય સાથે ડીલરશીપ પર સમારકામના અંદાજો અને પાર્કિંગ માટે સહાય આપવામાં આવી રહી છે.
વધુમાં, પૂર સંબંધિત નુકસાનની સમયસર મરામત કરવા માટે વાહનની વિગતવાર અને વ્યાપક સેવાઓની તપાસ કરવામાં આવશે. ડીલરશીપ પર જરૂરી પ્રમાણિત સમારકામ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે અને કંપની તાત્કાલિક સેવા અનુભવ સુનિશ્ચિત કરવા માટે ડીલરશીપ પર પર્યાપ્ત માનવબળ અને સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે.
આની પહેલ આ મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતના અસરગ્રસ્ત વિસ્તારો - જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) ચંદીગઢ માટે શરૂ કરવામાં આવી હતી. ગ્રાહકો ઝડપી સેવા મેળવવા માટે ફોક્સવેગને રોડ સાઇડ આસિસ્ટન્સનો 18001021155 અથવા 18004191155 પર સંપર્ક કરી શકે છે.
સોમવારે પણ ટાટા મોટર્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે કંપની વેલ્યુએશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેના 44 ટકા હિસ્સામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અદાણી બે તબક્કામાં બિઝનેસમાંથી બહાર થઈ જશે. આ ડીલથી અદાણી ગ્રુપને $2 બિલિયન મળવાની ધારણા છે.
30 બ્લુ-ચિપ કંપનીઓમાં, ટાટા મોટર્સ, ટાઇટન, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ICICI બેંક, મારુતિ, HDFC બેંક અને ઇન્ફોસિસ સૌથી વધુ પાછળ રહી હતી.