ફોક્સવેગન ઈન્ડિયાએ Taigun અને Virtusના નવા વેરિઅન્ટ્સ રજૂ કર્યા
ફોક્સવેગન Taigun : GT Plus MT અને GT DSG એમ બે નવા વેરિઅન્ટ્સ રજૂ કર્યા
ફોક્સવેગન ઈન્ડિયાએ 1.5l TSI EVO એન્જિન દ્વારા સંચાલિત Virtus GT Plus લાઇન પર મોટા પ્રમાણમાં માંગના પગલે મેન્યુઅલ ટ્રાન્સમિશન રજૂ કર્યું.
ફોક્સવેગન Taigun : GT Plus MT અને GT DSG એમ બે નવા વેરિઅન્ટ્સ રજૂ કર્યા. Virtus અને Taigunના તમામ વેરિઅન્ટ્સમાં નવો એક્સટેરીઓર બોડી કલર “લાવા બ્લુ”લોન્ચ કર્યો.એક્સક્લુઝિવ “ડીપ બ્લેક પર્લ” ફિનિશમાં Virtus GT Plus DSG અને GT Plus manual,“ડીપ બ્લેક પર્લ” અને “કાર્બન સ્ટીલ મેટ” ફિનિશમાં Taigun GT Plus DSG અને GT Plus manual લિમિટેડ વોલ્યૂમ ધરાવતું તેનું અત્યંત લોકપ્રિય GT Edge Limited Collection લોન્ચ કર્યું.
GT Edge Limited Collectionના ભાગરૂપે Taigun “Sport” અને “Trail” પરઆવનારી સ્પેશિયલ એડિશનનું પ્રદર્શન કર્યું. આ ઉપરાંત, Taigun GT Plus MT and Taigun GT Plus DSG માં નવો મેટ ફિનિશ એક્સટેરીઓર બોડી કલર, મેટ કાર્બન સ્ટીલ ગ્રે રજૂ કરવામાં આવ્યો છે. પર્ફોમન્સ્ લાઇન પર સ્પોર્ટી અપીલને વધુ વધારતા, ફોક્સવેગન ઇન્ડિયાએ Taigun અને Virtusના GT Plus વેરિઅન્ટ્સ પર ડીપ બ્લેક પર્લ કલર રજૂ કર્યો. આ ઉપરાંત, Taigun GT Plus MT અને Taigun GT Plus DSG પણ “મેટ” ફિનિશમાં કાર્બન સ્ટીલ ગ્રેની શોભા વધારશે. GT Edge Limited collection અને તમામ નવા વેરિઅન્ટ્સ જૂન, 2023થી બજારમાં જોવા મળશે. ફોક્સવેગન ઈન્ડિયા ભારતીય બજારમાં સૌથી સુરક્ષિત પોર્ટફોલિયો રજૂ કરે છે જેમાં Taigun અને Virtusમાં અડલ્ટ અને ચાઈલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં ફાઈવ સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ પ્રાપ્ત થયા છે.
ફોક્સવેગન Virtusએ Global NCAPના ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર મેળવ્યો છે. કારમાં બેસનાર દરેક મુસાફરને સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારના નિયમો અનુસાર, સીટ બેલ્ટ રિમાઈન્ડર હવે પહેલી એપ્રિલ, 2023થી ઉત્પાદિત Taigun અને Virtus પર સ્ટાન્ડર્ડ છે.
Taigun અને Virtus કારલાઈન્સના નવા વેરિઅન્ટ્સ લોન્ચ કરવા અંગે ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે “ફોક્સવેગનમાં, સુલભતા અને ગ્રાહક કેન્દ્રિતતા એ અમારી બ્રાન્ડમાં કેન્દ્રસ્થાને છે. ગ્રાહકોના પ્રતિસાદને ધ્યાનમાં લેતાં અમે અમારી પર્ફોમન્સ્ લાઈન પર વેરિઅન્ટ ઓફરિંગને વધારીને GT બેજને સૌના માટે સુલભ બનાવ્યો છે.
અમે ત્રણ નવા વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે, Virtus GT Plus manual, Taigun GT Plus manual અને Taigun GT DSG અને અમારા ગ્રાહકોને પસંદગી માટે ઘણાં વિકલ્પો આપ્યા છે. Taigun અને Virtus લાઇન-અપમાં નવો લાવા બ્લુ રંગ રજૂ કરવાની સાથે, અમે અત્યંત લોકપ્રિય GT Edge Limited Collection પણ રજૂ કર્યું છે જેમાં લિમિટેડ વોલ્યુમમાં GT બેજ સાથે કારલાઇન્સનો સમાવેશ થશે.GT Edge Limited Collectionમાં એક્સક્લુઝિવ “ડીપ બ્લેક પર્લ” ફિનિશમાં Virtus GT plus (DSG and Manual) અને “ડીપ બ્લેક પર્લ” તથા “કાર્બન સ્ટીલ ગ્રે મેટ” ફિનિશમાં Taigun GT Plus (DSG and Manual)નો સમાવેશ થશે. આ નવા વેરિઅન્ટ્સ જૂન, 2023થી બજારમાં રજૂ થવાના શરૂ થશે.”
Volkswagen Virtus | Volkswagen Taigun |
New variant introduction: - GT Plus MT |
New variant introduction: - GT Plus MT - GT DSG |
Virtus GT Plus DSG: new exterior colour Deep Black Pearl |
Taigun GT Plus DSG: new exterior colour Deep Black Pearl |
Virtus GT Plus MT: new exterior colour Lava Blue |
Taigun GT Plus MT: Carbon Steel Grey in “Matte” finish |
Taigun TRAIL Concept on the GT MT variant. TRAIL inspired body-graphics |
|
Taigun SPORT Concept on the GT Plus DSG with sport inspired body graphics and TSI powered badge at the rear |
ઓટો કંપનીઓ હવે નવી કારમાં ટેકનોલોજીથી ભરપૂર સલામતી સુવિધાઓ રજૂ કરી રહી છે, જે ફક્ત કાર ચલાવવાનું જ સરળ બનાવશે નહીં. તેના બદલે, તેની સાથે, ડ્રાઇવર અને કારમાં બેઠેલા લોકો પણ સુરક્ષિત રહેશે. ચાલો તમને કેટલીક સુરક્ષા સુવિધાઓ વિશે જણાવીએ.
મર્સિડીઝ-બેન્ઝની નવી કાર ભારતમાં આવી. કંપનીએ તેની મર્સિડીઝ-મેબેક SL 680 મોનોગ્રામ શ્રેણી લોન્ચ કરી છે. આ લક્ઝરી કારમાં તમને સ્પોર્ટ્સ કારનો આનંદ પણ મળી રહ્યો છે. છે. તેની એક્સ-શોરૂમ કિંમત 4.2 કરોડ રૂપિયા છે. આ કારની બાકીની વિશેષતાઓ અને વિગતો વાંચો.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.