ફોક્સવેગન ઈન્ડિયાએ અમદાવાદમાં બીજો ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ શરૂ કર્યો
સંચાલન અને સુકાન, બંને મહિલાઓનું: ધ ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોરનો ઉદ્દેશ્ય કાર્યના સ્થળે વિવિધતાને પ્રોત્સાહન આપવાનો, એક સમાવિષ્ટ વર્ક એન્વાયર્મેન્ટનું સર્જન કરવાનો અને વિકસતા કન્ઝ્યુમર ડેમોગ્રાફિક્સ અને બિહેવિયર પર નિર્માણ કરવાનો છે.
અમદાવાદ, મુંબઈ: ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં અમદાવાદના સિટી સ્ટોર એસ પી રોડ ખાતે તેનો બીજો 'ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર' હશે. કોઈમ્બતુરમાં પ્રથમ સ્ટોરના સફળ લોન્ચ બાદ, ફોક્સવેગન ઈન્ડિયાએ ઓટોમાર્ક ગ્રૂપ સાથે ભાગીદારીમાં આ પહેલને ગુજરાત રાજ્ય સુધી વિસ્તારી છે.
ફોક્સવેગન ઈન્ડિયામાં, ‘લોકો’ મુખ્ય વ્યૂહાત્મક સ્તંભોમાંથી એક છે. બ્રાન્ડ કામના સ્થળે વિવિધતાને પ્રોત્સાહન આપીને લોકો અને સંસ્કૃતિના વિકાસ પર અવિરતપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ઓટોમોટિવ વર્કફોર્સમાં મહિલાઓને સશક્ત કરવા, સંસ્થામાં વિવિધતા, સમાનતા અને સમાવેશની ભાવનાને આગળ કરવાનો સતત પ્રયાસ છે.
વિકસતા કન્ઝ્યુમર ડેમોગ્રાફિક્સ અને ઉપભોક્તા વર્તણૂંકના વલણો સ્પષ્ટપણે ઉચ્ચ સ્તરનું જોડાણ સૂચવે છે કે જે વિવિધતાપૂર્ણ વર્કફોર્સ ઓફર કરી શકે છે તથા વધુ મહિલા પ્રોફેશનલ્સને કાર રિટેલ ઉદ્યોગમાં જોડાવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. કોઈમ્બતુરમાં સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત સિટી સ્ટોરમાંથી મળેલી શીખ સાથે, તેનો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને વધુ આકર્ષક વાતાવરણ પ્રદાન કરવાનો છે.
ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શ્રી આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “મહિલા પ્રોફેશનલ્સ દ્વારા સંચાલિત અને તેમના સુકાન હેઠળના અમદાવાદમાં અમારા બીજા ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં અમે રોમાંચિત છીએ. કોઈમ્બતુરમાં અમારા પ્રથમ સ્ટોરની સફળતા એ પ્રમાણ છે જેણે આ પહેલને સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવા માટે એક બ્રાન્ડ તરીકે અમને પ્રોત્સાહિત કર્યા. આ ખરેખર એક અદ્ભુત પહેલ છે, એક સશક્તિકરણ અને સર્વસમાવેશક વાતાવરણ બનાવવા તરફનું બીજું પગલું છે જ્યાં અમારા લોકો અમારી બ્રાન્ડ સાથે શીખી શકે, વિકાસ કરી શકે અને આગળ આવી કરી શકે છે. અમે અમદાવાદમાં અમારા માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત સિટી સ્ટોર પર તમામ ગ્રાહકોને આવકારવા આતુર છીએ.”
આ નવા સ્ટોરના ઉદ્ઘાટન પર ટિપ્પણી કરતા ઓટોમાર્ક ગ્રૂપ (ગ્રુપ લેન્ડમાર્ક)ના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી ગરિમા મિશ્રાએ જણાવ્યું હતું કે, “ફોક્સવેગન સાથેની ભાગીદારીમાં, અમે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગના પરંપરાગત અવરોધોને તોડીને તેને એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવા માંગીએ છીએ જેમાં મહિલા પ્રોફેશનલ્સ સશક્ત બને છે. અમારી પાસે ડાયનેમિક અને કુશળ મહિલાઓનો સમૂહ છે જેઓ અમારી ગ્રાહક જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવાની સાથે સાથે અમદાવાદમાં અમારા બિઝનેસ ઓપરેશન્સનું નેતૃત્વ અને સંચાલન કરી રહી છે. અમને આ ટીમ પર ગર્વ છે જે ઓટોમોટિવ રિટેલ ઉદ્યોગમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.”
‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ 10 થી વધુ ડાયનેમિક મહિલા પ્રોફેશનલ્સને રોજગારી આપે છે જેઓ સેલ્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસીઝથી માંડીને ટેસ્ટ ડ્રાઈવ મેનેજમેન્ટ, કસ્ટમર કેર સર્વિસીઝ.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.