ભારતમાં જોવા મળેલા સૌથી ભવ્ય ઈલેક્ટ્રિક સોલ્યુશન્સ પ્રદર્શન એક્સકોન 2023માં વોલ્વો સીઈએ વર્ચસ્વ જમાવ્યું
વોલ્વો કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ (વોલ્વો સીઈ) ઈન્ડિયા દ્વારા સાઉથ એશિયાની સૌથી વિશાળ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ ઈવેન્ટ એક્સકોન 2023 ખાતે ભારતમાં ઈલેક્ટ્રિક મશીન્સના સૌથી ભવ્ય પ્રદર્શન સાથે સક્ષમ મહત્ત્વાકાંક્ષા પ્રત્યે પોતાની કટિબદ્ધતામાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
બેન્ગલોર : વોલ્વો કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ (વોલ્વો સીઈ) ઈન્ડિયા દ્વારા સાઉથ એશિયાની સૌથી વિશાળ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ ઈવેન્ટ એક્સકોન 2023 ખાતે ભારતમાં ઈલેક્ટ્રિક મશીન્સના સૌથી ભવ્ય પ્રદર્શન સાથે સક્ષમ મહત્ત્વાકાંક્ષા પ્રત્યે પોતાની કટિબદ્ધતામાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કંપનીએ નાવીન્યપૂર્ણ સેવા સમાધાન સાથે ઈલેક્ટ્રિક અને અન્ય મશીન્સની વ્યાપક શ્રેણી પ્રદર્શિત કરી હતી, જે ગ્રાહકોને સશક્ત બનાવવાની તેની મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે અને તેમને તેમની ઉત્પાદાકતા અને સક્ષમતાનાં લક્ષ્યો હાંસલ કરવા માટે જરૂરી સાધનો પૂરાં પાડે છે.
વોલ્વો સીઈ ખાણકામ, મટીરિયલ હાથ ધરવા, સ્ટીલ, સિમેન્ટ અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વધુ સક્ષમ કામગીરીઓમાં આગેવાની લે છે. 50 ટન ક્લાસમાં ભારતના પ્રથમ ગ્રિડ- કનેક્ટેડ ઈલેક્ટ્રિક એક્સકેવેટર ઈસી500 ઈલેક્ટ્રિકના અનોખા કમર્શિયલ લોન્ચ સાથે વોલ્વો સીઈએ ઝીરો- એમિશન ખાણકામ અને બાંધકામ મશીનરીમાં પરિવર્તિત થવામાં આગેવાની કરી છે. ઉફરાંત પાઈલટ લોન્ચ એલ120 ઈલેક્ટ્રિક વ્હીલ લોડરની પરિવર્તનકારી સંભાવના બંદરો, ખાણો, પ્લાન્ટ્સ અને અન્ય બાંધકામ સ્થળો ખાતે મટીરિયલ હાથધરવાના ભવિષ્યમાં ઝાંખી કરાવે છે, જે નો ટેઈલપાઈપ એમિશન્સ, અત્યંત શાંત કામગીરી અને વિવિધ પ્રકારના અંદર અને બહારના ઉપયોગ માટે વધુ આરામદાયક કાર્ય વાતાવરણ પૂરું પાડે છે. શહેરી બાંધકામ અને ફોરેસ્ટ્રી માટે ઉપયોગ કરાતાં તેના મોજૂદ કોમ્પેક્ટ ઈસી55 ઈલેક્ટ્રિક ઉપરાંત ઈસી80 ઈલેક્ટ્રિક પણ ઉત્પાદનની નજીકના પ્રોટોટાઈપ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
આ નાવીન્યપૂર્ણ મશીન તેની મોટી બેટરીને આભારી ઓટોનોમીના 6-8 કલાક સાથે ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરે છે. ભારત વિકસિત અને ડિઝાઈન કરાયેલાં ઈલેક્ટ્રિક કોમ્પેક્ટર્સ ડીડી40 અને પીટી220 ટેકનોલોજી સંકલ્પના તરીકે પ્રદર્શિત કરાયાં હતાં. ડીડી40 ઈલેક્ટ્રિક કોમ્પેક્ટરમાં આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટેશન, ઝીરો એમિશન કામગીરી અને વિશ્વસનીય ચાર્જિંગની વિશિષ્ટતાઓ છે, જે ઉપભોક્તાઓને ઊર્જા ખર્ચમાં 50 ટકા સુધી ઘટાડાની સંભાવના પ્રદાન કરે છે, જ્યારે પીટી220 ઈલેક્ટ્રિક કઠોર ઉત્સર્જન નિયમન સાથેના પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારો માટે આદર્શ છે, જે સ્વચ્છ અને શાંત બાંધકામ કામગીરીની ખાતરી રાખે છે. બંને પ્રોડક્ટ વોલ્વે સીઈની આધુનિક એન્જિનિયરિંગ ક્ષમતાઓ અને સરકારના આત્મનિર્ભર ભારત પર લક્ષની રેખામાં ભારતીય બજાર માટે સક્ષમ સ્થાનિક સમાધાન પ્રત્યે સમર્પિતતા સ્થાપિત કરે છે.
“સીઆઈઆઈ એક્સકોન 2023 બાંધકામના ભવિષ્યને આકાર આપવામાં અમારી મજબૂત કટિબદ્ધતા દર્શાવવા માટે મહત્ત્વપૂર્ણ મંચ છે. અમે ભારતીય અર્થમુવિંગ ઈક્વિપમેન્ટ બજારને મોરચે આગળ છીએ, જે બજાર આગામી પાંચ વર્ષમાં અદભુત 10-15 સીએજીઆરે પહોંચવાની ધારણા છે. આ ઉછાળો સ્વચ્છ ટેકનોલોજી માટે વધતી માગણીથી પ્રેરિત છે, જે હકારાત્મક પરિવર્તન માટે સૂત્રધાર બનવાના વોલ્વો સીઈ ઈન્ડિયાના ધ્યેય સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...