મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન થકી નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ
આગામી ૨૯ મી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી જિલ્લાના તમામ તાલુકા-ગામોમાં જઈ વાન થકી જાગૃતિ અભિયાન ચાલશે.લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે.
રાજપીપલા : આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા
મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે. તેવી જ રીતે નર્મદા જિલ્લાને પણ એક વાન મળી છે. આ વાનને જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે ફ્લેગ ઓફ કરાયા બાદ આજે ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ડેમોન્સ્ટ્રેશનની કરવામાં આવી રહ્યું છે. નાગરિકો દ્વારા પણ આ વાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ અભિયાનની સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ, તાલુકા મામલતદારશ્રીની કચેરી તેમજ ગ્રામ પંચાયતોમાં જઈને પણ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની જાણકારી ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.