આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાથ ધરાયું મતદાન જાગૃતિ અભિયાન
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનાર મતદાનના દિવસે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદારોને જાગૃત કરવાના અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આણંદ: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનાર મતદાનના દિવસે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદારોને જાગૃત કરવાના અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, આણંદની આરોગ્ય શાખા દ્વારા પણ ખાસ ઝુંબેશ સ્વરૂપે કાર્યક્રમો હાથ ધર્યા છે તેમ જણાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર એ જણાવ્યું હતું કે આગામી સમયમાં આણંદ જિલ્લામાં લોકસભાની ચુંટણી યોજવા જઈ રહી છે ત્યારે આ ચુંટણીમાં મહતમ મહિલા મતદારો પણ સહભાગી થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,
જે રીતે સારા શરીર માટે તંદુરસ્તી આવશ્યક છે, તેજ રીતે તંદુરસ્ત લોકશાહી માટે સમાજના તમામ વર્ગની ભાગીદારી ઇચ્છનીય છે, તેવા ઉદ્દેશને સાર્થક કરવા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી તથા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આરોગ્ય કર્મચારી દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો મમતા દિવસ દર બુધવારે તથા આશા મીટીંગ દર શનિવારે યોજવામાં આવેછે, જેમાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.પૂર્વી નાયક ની ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાપા ખાતે મહિલાઓને હાથમાં મહેંદી મુકાવીને તેમાં ચુંટણીને લગતા સ્લોગન લખાવીને મહિલાઓનું મતદાન વધુ થાય તે માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ આ ચુંટણી માં હું "અવશ્ય મતદાન કરીશ" તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં આણંદ જીલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય શાખાના અધિકારી, કર્મચારીઓએ પણ ભાગ લઈ મતદાન જાગૃતિ કાર્યક્રમોને ઝુંબેશ સ્વરૂપે શરૂ કરી વધુમાં વધુ મતદારો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મતદારોની સહભાગીદારીતા વધે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.