વારી એનર્જી લિમિટેડે 16માં આરઇઆઇ એક્સપો એવોર્ડ્સમાં ટોચના આરઇઆઇ સન્માન મેળવ્યાં
રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અગ્રણી કંપની વારી એનર્જી લિમિટેડે આરઇઆઇ એક્સપોની 16મી આવૃત્તિમાં ‘આરઇઆઇ કંપની ઓફ ધ યર’ અને ‘આરઇઆઇ જ્યુરી રેકગ્નિશન લીડરશીપ ઇન સોલર મેન્યુફેક્ચરિંગ’ એવોર્ડ્સ મેળવ્યાં છે.
રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અગ્રણી કંપની વારી એનર્જી લિમિટેડે આરઇઆઇ એક્સપોની 16મી આવૃત્તિમાં ‘આરઇઆઇ કંપની ઓફ ધ યર’ અને ‘આરઇઆઇ જ્યુરી રેકગ્નિશન લીડરશીપ ઇન સોલર મેન્યુફેક્ચરિંગ’ એવોર્ડ્સ મેળવ્યાં છે. એક્સપોમાં આયોજિત એક સમારોહમાં વારી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ દોશીને પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એનાયત કરાયા હતાં. આ એવોર્ડ્સ રિન્યૂએબલ એનર્જીમાં વારી એનર્જી લિમિટેડના બેજોડ નેતૃત્વની ઓળખ કરે છે તથા દેશની અગ્રણી સૌર ઉર્જા કંપની તરીકે ભારતની હરિત ઉર્જામાં આત્મનિર્ભરતામાં તેના નોંધપાત્ર યોગદાનને રેખાંકિત કરે છે.
રિન્યૂએબલ એનર્જી સેક્ટરને સમર્પિત એશિયાના અગ્રણી બી2બી કાર્યક્રમ રિન્યૂએબલ એનર્જી ઇન્ડિયા (આરઇઆઇ) એક્સપો સોલર એનર્જી, વિન્ડ એનર્જી, બાયોએનર્જી, એનર્જી સ્ટોરેજ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ સેગમેન્ટને એક મંચ ઉપર લાવે છે. આ વર્ષે એક્સપોએ અંદાજે 700થી વધુ એક્ઝિબિટર્સ અને 40,000થી વધુ ટ્રેડ મુલાકાતીઓને આકર્ષિત કર્યાં હતાં, જેમાં પ્રતિષ્ઠિત નીતિનિર્માતાઓ, નિર્ણયકર્તા, ટેક્નિકલ એક્સપર્ટ અને પ્રોફેશ્નલ વગેરે સામેલ હતાં. વારી એનર્જી લિમિટેડે આ કાર્યક્રમમાં તેની ઇનોવેટિવ લાઇટવેઇટ ફ્લેક્સિબલ સોલર પેનલ પ્રદર્શિત કરી હતી.
ચાઇનાની બહાર વિશ્વમાં સૌથી મોટી 12 ગિગાવોટ સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સાથે વારી એનર્જી લિમિટેડ વર્ષ 2030 સુધીમાં 450 ગિગાપોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાઓ વિકસાવવાના દેશના મીશનમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સજ્જ છે. કંપની દેશભરમાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સોલર એનર્જી સોલ્યુશન્સ ડિલિવર કરી રહી છએ, જેથી ભારત કાર્યક્ષમ રીતે રિન્યૂએબલ એનર્જીના સ્રોતોનો ઉપયોગ કરી શકે, કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે તથા વૈશ્વિક સ્તરે ટકાઉ ઉર્જા ડોમેનમાં તેના નેતૃત્વને સ્થાપિત કરવા સક્ષમ બની શકે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ વિશે પ્રતિક્રિયા આપતાં વારી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ દોશીએ કહ્યું હતું કે, “વારી એનર્જી લિમિટેડને ‘આરઇઆઇ કંપની ઓફ ધ યર’ તથા ‘આરઇઆઇ જ્યુરી રેકગ્નિશન લીડરશીપ ઇન સોલર મેન્યુફેક્ચરિંગ’ એવોર્ડ્સથી સન્માનિત કરવા બદલ હું આરઇઆઇ એવોર્ડ્સની જ્યુરીનો આભાર વ્યક્ત કરું છું. આ સન્માન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર નવા એનર્જી સોલ્યુશન્સ સાથે ભારત અને વિશ્વભરમાં સ્વચ્છ ઉર્જા તરફ સંક્રમણને વેગ આપવાની અમારી સમગ્ર ટીમના સખ્ત પ્રયાસોનો પુરાવો છે. ભારત વર્ષ 2070 સુધીમાં નેટ ઝિરો હાંસલ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તથા સ્વદેશી સોલર મેન્યુફેક્ચરિંગ આ લક્ષ્યની સફળતા માટે નિર્ણાયક બની રહેશે. ચાઇનાની બાહર વિશ્વમાં સૌથી મોટી સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ સાથે વારી ગ્રૂપ ખાતે અમે ભારતની ઉર્જા આત્મનિર્ભરતામાં યોગદાન આપવા માટે સજ્જ છીએ.”
આ વર્ષે આરઇઆઇ એક્સ્પોમાં વારી એનર્જી લિમિટેડની મજબૂત ઉપસ્થિતિ જોવા મળી હતી. એક્સ્પોમાં કંપનીના બૂથને સોલાર-ટ્રેકર સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી નેક્સ્ટ્રેકરના સ્થાપક અને સીઇઓ ડેન શુગર દ્વારા ઉદ્ઘાટનનું સન્માન પ્રાપ્ત થયું હતું. આ ત્રણ-દિવસીય કાર્યક્રમમાં કંપનીએ તેમની ફ્લેગશિપ ઓફરિંગ સહિત અદ્યતન ઉત્પાદનોની વ્યાપક શ્રેણીનું પ્રદર્શન કર્યું - એન-ટાઈપ હેટરોજંક્શન (HJT) M12 સોલર સેલ પર આધારિત 715 Wp ડ્યુઅલ-ગ્લાસ બાયફેસિયલ મોડ્યુલ. પ્રદર્શન દરમિયાન કંપનીએ તેની નવીન લાઈટવેઈટ ફ્લેક્સિબલ સોલાર પેનલની સાથે અન્ય કેટલીક પ્રોડક્ટ્સનું પણ પ્રદર્શન કર્યું હતું.
ભારતીય શેરબજાર બુધવારના ટ્રેડિંગ સેશનમાં વ્યાપક ઘટાડાનો અનુભવ કરી રહ્યું છે, લગભગ તમામ સૂચકાંકો લાલ નિશાનમાં છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.