નર્મદા જિલ્લામાં વોર્ડ તથા ગ્રામ્યકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
સુર્ય નમસ્કાર સ્પર્ધામાં શાળાના શિક્ષકો-બાળકોની ઉત્સાહભેર ભાગીદારી, નગરપાલિકા તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાશે.
રાજપીપલા: નર્મદા જિલ્લામાં વોર્ડ તથા ગ્રામ્યકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધામાં શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી રહ્યાં છે. સૌ પ્રથમ વાર મોટાપાયે યોજાયેલી આ સ્પર્ધાઓમાં સહભાગી થયેલા ટોચના સ્પર્ધકોને તાલુકાકક્ષાની સ્પર્ધાઓમાં મોકલવામાં આવશે. પ્રથમ તબક્કાની સ્પર્ધાના સમાપન બાદ નગરપાલિકા તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાશે.
તાલુકા કક્ષાની સ્પર્ધાઓનું નાંદોદ તાલુકાકક્ષા માટે શ્રી નવદુર્ગા હાઈસ્કુલ રાજપીપલા, શ્રી માધ્યમિક શાળા ગરૂડેશ્વર, શ્રી કે.એમ.શાહ હાઈસ્કુલ તિલકવાડા, શ્રી રૂપલ બી. ગજ્જર દેડિયાપાડા અને સરકારી હાઈસ્કુલ સાગબારા ખાતે આયોજન કરવામાં આવશે. તાલુકાકક્ષાની સ્પર્ધાના પ્રથમ ક્રમના વિજેતા ખેલાડી તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ નવદુર્ગા હાઈસ્કુલ રાજપીપલા ખાતે યોજાનારી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તેમ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી નર્મદા તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ શરૂ કરવા માટે તૈયાર છે જે 1,000 ટન કચરામાંથી પ્રતિ કલાક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં, મોડીરાતના થોડા સમય પછી એક મોટરસાઇકલ પર આવેલા બે નકાબધારી વ્યક્તિઓએ બે વાહનોને આગ ચાંપી દીધી હતી. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 1 નવેમ્બરે રોશનીનો તહેવાર દિવાળી ઉજવાશે. આ વર્ષે, લીપ વર્ષ પણ 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.