વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડ એક મનભાવક મુસાફરી શરૂ કરે છે
ફૂડ અને બેવરેજ ઉદ્યોગની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે નવરાત્રિના તહેવાર દરમિયાન તેની ક્વિકશેફ સ્પાઈસ રેન્જ લોન્ચ કરતાં ખુશી અનુભવે છે, જે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે.
વડોદરા : ફૂડ અને બેવરેજ ઉદ્યોગની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે નવરાત્રિના તહેવાર દરમિયાન તેની ક્વિકશેફ સ્પાઈસ રેન્જ લોન્ચ કરતાં ખુશી અનુભવે છે, જે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે. ભાવિ રૂપરેખાને આગળ વધારવાના અભિગમ સાથે, કંપનીનો ઉદ્દેશ્ય આ નવીન ઓફર સાથે બજારમાં મહત્વનું સ્થાન મેળવવાનો છે. એક આકર્ષક નવા સેગમેન્ટમાં પદાર્પણ સાથે કંપની આ વ્યૂહાત્મક પગલા દ્વારા તેની સફરમાં પરિવર્તનકારી પ્રકરણને ચિહ્નિત કરે છે.
ક્વિકશેફ સ્પાઈસ રેન્જનું અનાવરણ એ એક અવિસ્મરણીય પ્રસંગ હતો, જેમાં બાગેશ્વર ધામ સરકારના પરમ પૂજનીય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીની ઉપસ્થિતિથી તેની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. નવરાત્રિ ઉત્સવમાં તેમની હાજરીએ આ પ્રસંગને પવિત્ર આભા પ્રદાન કરી હતી અને કાર્યક્રમના આધ્યાત્મિક સારને સમૃદ્ધ બનાવ્યો હતો.
આ પહેલ પાછળના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ પર ભાર મૂકતા વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે, “મસાલાના સેગમેન્ટમાં અમારો પ્રવેશ નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને અમારા ગ્રાહકોની વિકસતી રૂચિને પરિપૂર્ણ કરે છે. અમે ઉચ્ચ-ગુણવત્તાવાળા મસાલાઓની વધતી જતી માંગને સમજીએ છીએ અને સર્વશ્રેષ્ઠ જ ઓફર કરવા માટે કટિબદ્ધ છીએ. ક્વિકશેફ સ્પાઈસ રેન્જ સાથે, અમારો ઉદ્દેશ્ય ભારતીય મસાલાના સમૃદ્ધ અને અધિકૃત સ્વાદને વિશ્વ સમક્ષ લાવવાનો છે, જે રાંધણકળા રસિકોને તેમની વાનગીઓને ભારતના સારથી ભરપૂર કરવા સક્ષમ બનાવે છે. આ પહેલ અમારા ભવિષ્યલક્ષી અભિગમની માત્ર શરૂઆત છે અને અમે અમારા ગ્રાહકો માટે નવા અને આકર્ષક સ્વાદ અને અનુભવો લાવવા માટે ઉત્સાહિત છીએ.”
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.