વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સે સુરક્ષાકર્મીઓના કૌશલ્ય વિકાસ માટે ઇવી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી
બ્રાન્ડ જોય ઇ-બાઇક હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના અગ્રણી ભારતીય ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે અગ્નિવીર અને અન્ય નિવૃત્ત સૈન્ય અધિકારીઓને સશક્ત બનાવવા માટે પરિવર્તનકારી યાત્રા શરૂ કરી છે.
વડોદરા: બ્રાન્ડ જોય ઇ-બાઇક હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના અગ્રણી ભારતીય ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે અગ્નિવીર અને અન્ય નિવૃત્ત સૈન્ય અધિકારીઓને સશક્ત બનાવવા માટે પરિવર્તનકારી યાત્રા શરૂ કરી છે. એક મહત્વપૂર્ણ પગલામાં, કંપનીએ ડોગરા રેજિમેન્ટ સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે અને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં અયોધ્યા કેન્ટના ડોગરા રેજિમેન્ટલ સેન્ટર ખાતે વોર્ડવિઝાર્ડના ઇવી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે.
આ વ્યૂહાત્મક સહયોગનો હેતુ અગ્નિવીર અને અન્ય નિવૃત્ત સૈન્ય અધિકારીઓ માટે વિકસતા ઇલેક્ટ્રિક વાહન (ઈવી) ઉદ્યોગમાં વિશિષ્ટ કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ કૌશલ્યની તકો પ્રદાન કરવાનો છે. એમઓયુ પર હસ્તાક્ષર અને ઉદ્ઘાટન સમારોહ, ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ સૌરભ શાહ, ડોગરા રેજિમેન્ટલ સેન્ટર, કમાન્ડન્ટ બ્રિગેડિયર કે રંજીવ સિંઘ, ડોગરા રેજિમેન્ટલ સેન્ટર અને શ્રી યતિન ગુપ્તે, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડની હાજરીમાં યોજાયો હતો. સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓની સર્વગ્રાહી વૃદ્ધિ અને કારકિર્દી સંક્રમણને સમર્થન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
એનેબલ ટુ એમ્પાવર પ્રોજેક્ટના ભાગ રૂપે વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ, ડોગરા રેજિમેન્ટ સાથે ભાગીદારીમાં, પસંદગીના નિવૃત્ત અધિકારીઓ/ કર્મચારીઓ માટે 5-6-દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરશે. ગતિશીલ ઈલેક્ટ્રિક વ્હીકલ ડોમેનમાં વિકાસ કરવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતા સાથે સહભાગીઓને સજ્જ કરવા માટે તાલીમ કાર્યક્રમની ઝીણવટપૂર્વક રચના કરવામાં આવી છે. જોય ઈ-બાઈક વાહનો અને કમ્પોનેન્ટ્સના ડેમોસ્ટ્રેશન અને લર્નિંગ સાથે ટ્રેનિંગમા ભાગ લેનાર ઇલેક્ટ્રિક વાહનોના વિવિધ પાસાંમાં વ્યાપક આંતરદ્રષ્ટિ મેળવશે. આ પહેલનો હેતુ કૌશલ્ય વિકાસને સરળ બનાવવા અને ડોગરા રેજિમેન્ટ સાથે સંકળાયેલા નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ માટે રોજગારની તકો ઊભી કરવાનો છે, જેને વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, અમે સંરક્ષણ મંત્રાલય અને ડોગરા રેજિમેન્ટનો આ ઉમદા પ્રયાસમાં તેમના અતૂટ સમર્થન માટે અમારા તરફથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ અગ્નિવીર અને અન્ય નિવૃત્ત સૈન્ય અધિકારીઓની બહાદુરી તથા સમર્પણને સ્વીકારે છે અને તેની ઉજવણી કરે છે અને અમે તેમને નવી શક્યતાઓ સાથે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા વ્યાપક ઈવી ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા અમે તેમને આ પરિવર્તનશીલ ઉદ્યોગમાં ખીલવા માટેની કૌશલ્યોથી સજ્જ કરીએ છીએ. સાથે મળીને, અમે એક માર્ગ બનાવીએ છીએ. એક ટકાઉ ભવિષ્ય, જ્યાં તેમની કુશળતા અને અપ્રતિમ ભાવના ઊંડી અસર કરે છે. અમે નજીકના ભવિષ્યમાં વિવિધ રેજિમેન્ટ્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે વધુ પ્રતિબદ્ધ છીએ. દરેક કદમ આગળ વધવા સાથે, અમે તેમના વારસાને સન્માન આપીએ છીએ અને એક ઉજ્જવળ આવતીકાલનું નિર્માણ કરીએ છીએ, જે સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિને આકાર આપે છે.
ઈવી ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રાયોગિક તાલીમ, પ્રવચનો અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર પ્રદાન કરવા ઈવી સેન્ટર ઓફ એક્સેલન્સે ખાસ વર્ગો ડિઝાઇન કર્યા છે. તદુપરાંત, ફેકલ્ટી સભ્યો તેમના સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસ સાથે અપડેટ રહે તેની ખાતરી કરવા માટે ટ્રેનિંગ ઓફ ટીચર્સ (ToT) પ્રોગ્રામ્સનું આયોજન કરશે. પાર્ટ ડિસ્પ્લે ટેબલ, લો-સ્પીડ સ્કૂટર, બેટરી અને ચાર્જિંગ સુવિધાઓ, ચાર્જર્સ અને ઇ-રિક્ષા સહિત અત્યાધુનિક ટેકનિકલ સાધનોથી સજ્જ આ સેન્ટર ઇમર્સિવ લર્નિંગ અને પ્રત્યક્ષ અનુભવ માટે હબ તરીકે સેવા આપશે.
આ પરિવર્તનકારી પહેલ માત્ર ટેકનિકલ કૌશલ્યોના વિકાસને જ પ્રોત્સાહન આપતી નથી પણ સર્વગ્રાહી વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપે છે અને ઉન્નત રોજગાર અને ભવિષ્યની સંભાવનાઓ સાથે વ્યક્તિઓને સશક્ત બનાવે છે. વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એ શિક્ષણને સમર્થન આપવા, જ્ઞાનની
વહેંચણીની સુવિધા આપવા અને કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ કૌશલ્યની પહેલ દ્વારા ઈવી ઉદ્યોગની ટકાઉ પ્રગતિને આગળ વધારવા માટે સમર્પિત છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.