ચેતવણી : શું તમારું બાળક પણ મોબાઈલ વાપરતાં આવી કરે છે ભૂલ,નાની બાળકીના મોઢા સામે થયો બ્લાસ્ટ
કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનકજ મોબાઈલમાં વિસ્ફોટ થઈ ફાટ્યો હતો
કેરળમાં મોબાઈલ વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાની છોકરીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનકજ મોબાઈલમાં વિસ્ફોટ થઈ ફાટ્યો હતો.
કેરળમાં મોબાઈલ ફોનની બેટરીમાં અચાનક વિસ્ફોટ થવાને કારણે એક શાળાની વિદ્યાર્થીનીનું મોત થયું છે. કેરળના તિરુવિલ્વામાલાની આદિત્યશ્રી સોમવારે રાત્રે પોતાનો મોબાઈલ ફોન વાપરી રહી હતી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. કથિત રીતે તેના ચહેરા પર વિસ્ફોટ થવાને કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેરળ પોલીસે આ મામલાની માહિતી મળી છે.
કેરળ પોલીસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે 8 વર્ષીય આદિત્યશ્રી સ્થાનિક સ્કૂલ ક્રાઈસ્ટ ચર્ચ લાઈફ સ્કૂલમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થીની છે. સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે તે તેના ફોન પર એક વીડિયો જોઈ રહી હતી, ત્યારે અચાનક ફોનની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં. ફોરેન્સિક ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ મામલાની તપાસ કરવા માટે છોકરીના ઘરે ગઈ છે અને મોબાઈલ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઈલમાં વિસ્ફોટ થવાનું કારણ બેટરી વધારે ગરમ થવાને કારણે હોવાનું કહેવાય છે.
એલજીએ 'કેરટેકર સીએમ' ટર્મ પર ભાવનાત્મક તકલીફનો દાવો કર્યો; આતિષીએ તેમના પર રાજકીય લાભ માટે વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.
સ્પાડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા માટે ISROએ ભારતને ચોથા દેશ તરીકે સ્થાન આપીને કેવી રીતે ઈતિહાસ રચ્યો તે શોધો.
પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર રાજનીતિ કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી હતી. સરકારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર દરમિયાન સ્મારક યોજનાઓની ખાતરી આપી હતી.