નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહની વ્યવસ્થા ગોઠવવા, અમલીકૃત યોજનાઓ થકી ગામો સુધી પહોંચાડવામાં આવેલ પાણીની વ્યવસ્થા, ડીજીવીસીએલ તથા પાણી પુરવઠા સાથે મળીને થાંભલા ઉભા કરવા સહિતની તમામ કામગીરી અંગે શ્રી ગાંધી માહિતગાર થયા હતા. શ્રી ગાંધીએ પાણી સંબંધિત યોજનાકીય માહિતી, લાભો સહિતની અન્ય વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે કરી પ્રજાના પ્રશ્નોનો ત્વરિતપણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.
શ્રી ગાંધીએ નર્મદા જિલ્લામાં નિર્માણાધિન ૭૫ અમૃત સરોવરની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. જ્યાં ગ્રામ વિકાસના નિયામકશ્રીએ સરોવર તથા બ્યુટિફિકેશન સહિતની તમામ કામગીરીની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કર્યા હતા. આ બેઠકમાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ સંબંધિક અધિકારીશ્રીઓને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીને સરાહના કરીને કામગીરીને વધુ વેગવાન બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, વાસ્મોના કાર્યપાલક ઇજનેરશ્રી વિનોદ પટેલ, પાણી પુરવઠા (સિવિલ) ના કાર્યપાલક ઇજનેરશ્રી બી.કે.રાઠવા, રાજપીપલા ચીફ ઓફિસરશ્રી રાહુલ ઢોડીયા સહિત જિલ્લાના સંબંધિત
અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી