પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમ જ સુવિધાને ધ્યાનમાં રખીને ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમય સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમ જ સુવિધાને ધ્યાનમાં રખીને ભુજ અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમય સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09407 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 30 એપ્રિલ 2024થી 28 જૂન 2024 સુધી મંગળવાર અને શુક્રવારે ભુજથી સાંજના 17.00 વાગ્યે રવાના થઇને બીજા દિવસે બપોરના 12:20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09408 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સ્પેશિયલ 01 મે 2024થી 29 જૂન 2024 સુધી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી બપોરના 15:00 કલાકે રવાના થઇને બીજા દિવસે 11:30 વાગ્યે ભુજ પહોંચશે.
રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં. બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી ગુડગાંવ અને દિલ્હી કૈંટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી. થર્ડ એસી, સ્લીપર તેમ જ જનરલ કલાસના કોચ હશે.
ટ્રેન નંબર 09407નું બુકિંગ 19 એપ્રિલ 2024થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.
બંને ટ્રેનોના પ્રસ્થાનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in સાઇટ પરથી તપાસી શકે છે.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.