પશ્ચિમ રેલ્વે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નંબર 04170 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 16 માર્ચ 2025 થી 01 એપ્રિલ 2025 સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે અસારવાથી સવારે 09.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 02.30 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. આજ રીત, ટ્રેન નંબર 04169 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ 15 માર્ચ 2025 થી 31 માર્ચ 2025 સુધી દર સોમવાર, બુધવાર અને શનિવારે આગ્રા કેન્ટથી બપોરે 13.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.45 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં ટ્રેન હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, એસી 2-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 04170 ની બુકિંગ 14 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.