પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદથી બરૌની અને દરભંગા માટે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા છઠપૂજા તહેવારને અનુલક્ષીને યાત્રીઓની સુવિધા માટે બે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર અમદાવાદ – બરૌની અને અમદાવાદ – દરભંગા વચ્ચે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા છઠપૂજા તહેવારને અનુલક્ષીને યાત્રીઓની સુવિધા માટે બે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર અમદાવાદ – બરૌની અને અમદાવાદ – દરભંગા વચ્ચે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 09469 અમદાવાદ-બરૌની સ્પેશિયલ 14 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 23:45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 15:00 કલાકે બરૌની પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં બે 2-ટિયર એસી, ત્રણ 3-ટિયર એસી કોચ રિઝર્વ્ડ અને 06 સ્લીપર ક્લાસના અનરિઝર્વ્ડ તેમજ 08 સામાન્ય દ્વિતિય ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર 09467 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ 15 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 22:20 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 16:45 કલાકે દરભંગા પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ, અયોધ્યા, ગોરખપુર, પનિયાહવા, રક્સૌલ અને સીતામઢી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ કોચ એસી ઈકોનોમી ક્લાસના રહેશે.
ટ્રેન નંબર 09469 ના 2 ટિયર અને 3-ટિયર એસી કોચનું બુકિંગ આજે 17.00 કલાકથી અને ટ્રેન નંબર 09467 નું બુકિંગ 15.11.2023 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ઓડિશા પર્વ 2024માં ભાગ લીધો હતો, જેમાં ભારતની સાંસ્કૃતિક અને વિકાસ યાત્રામાં રાજ્યની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા "ખૂબ જ નબળી" શ્રેણીમાં રહેવાનું ચાલુ રાખ્યું છે, જે આરોગ્યની નોંધપાત્ર ચિંતાઓ દર્શાવે છે.
મણિપુરમાં હિંસા, જે લગભગ બે વર્ષથી ચાલી રહી છે, તેના કારણે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની કટોકટી વધુ ઘેરી બની છે. સરકારના પ્રયાસો છતાં, સામાન્ય સ્થિતિ પ્રપંચી રહી છે,