પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને સમાવવા માટે, બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. સાથે જ, બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટ્રિપ્સ હાલના દિવસો, સમય, સ્ટોપેજ, સંરચના વગેરે સાથે લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને સમાવવા માટે, બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. સાથે જ, બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટ્રિપ્સ હાલના દિવસો, સમય, સ્ટોપેજ, સંરચના વગેરે સાથે લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09121 બાંદ્રા ટર્મિનસ - પાલીતાણા સ્પેશિયલ શુક્રવાર, 06 સપ્ટેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે પાલીતાણા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09122 પાલિતાણા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવારના 8 સપ્ટેમ્બર, 2024, રોજ 21.00 કલાકે પાલીતાણાથી ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર જી, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલની ટ્રિપ્સ 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલની ટ્રીપ્સ 26 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09121 અને 09122 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે, જ્યારે ટ્રેન નંબર 09207 અને 09208ની લંબાવવામાં આવેલ ટ્રિપ્સ માટે બુકિંગ 06 સપ્ટેમ્બર, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.