પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મેંગલુરુના વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તા ના મુજબ આ ટ્રેનની વિગતો વિષે વધુ જાણો
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તા ના મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09424 અમદાવાદ - મેંગલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ 09,16 અને 23 જૂન 2023 (શુક્રવાર) અમદાવાદ થી 16.00 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મેંગલુરુ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સ્પેશ્યલ 10,17 અને 24 જૂન 2023 (શનિવારે) મેંગલુરુથી 21.10 કલાકે પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે (સોમવારે) 01.15 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગ માં બંને દિશાઓ માં આ આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, રત્નાગીરી, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મડગાંવ, કારવાર, ઉડુપી અને સુરથકલ સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર ઈકોનોમી સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09424 નું બુકિંગ 06 જૂન 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનો ના સ્ટોપ, સંરચના અને સમય ના વિશે વિસ્તૃત માહિતી માટે મહેરબાની કરીને પેસેન્જર www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના સ્વરૂપ ગંજ-ભીમાના સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 771 કિમી 578/01-02 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
• 07 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
• 06 જૂન, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
ગુજરાતમાં, બે અલગ-અલગ ઘટનાઓએ સાયબર ગુનેગારો દ્વારા IPS ઓફિસર અને CBI એજન્ટ તરીકે ઓળખાતા ડિજિટલ ગેરવસૂલીના વધતા જતા વલણનો પર્દાફાશ કર્યો છે
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ માટે એક મોટા રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, તે આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે