પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.