પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ થઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને તેમની માગણીને પૂરી કરવા માટે અમદાવાદ મંડળ થઇને ખાસ ભાડું લઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોને ધ્યાનમાં રાખીને તેમની માગણીને પૂરી કરવા માટે અમદાવાદ મંડળ થઇને ખાસ ભાડું લઇને વધુ ત્રણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09111 સુરત-મહુવા સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે સુરતથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09.10 વાગ્યે મહુવા પહોંચસે. આ ટ્રેન 8 નવેમ્બરથી 29 નવેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નબર 09112 મહુવા-સુરત સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે બપોરના 13.15 વાગ્યે મહુવાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 02.30 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન 9 નવેમ્બર, 2023થી 30 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, અમદાવાદ, ગાંધીગ્રામ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, નિંગાલા, ધોળા, ઢસા, દામનગર, લિલિયા મોટા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ સિટિંગ અને સેક્નડ ક્લાસના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સ્પેશિયલ દર સોમવારે 19.30 વાગ્યે સુરતથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 6 નવેમ્બર, 2023થી 27 નવેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સ્પેશિયલ દર મંગળવારે 11.00 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 23.45 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન 7 નવેમ્બર 2023થી 28 નવેમ્બર 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળિયા હટિના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ, સેકન્ડ સિટિંગ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ દર શુક્રવારે 12.50 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરશે અને રવિવારે 03.30 વાગ્યે બરૌની પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર, 2023થી 29 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ દર રવિવારે 13.45 વાગ્યે બરૌનીથી પ્રસ્થાન કરશે અને મંગળવારે 05.50 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બર, 2023થી 31 ડિસેમ્બર, 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ફતેહપુર સિક્રી, આગ્રા ફોર્ટ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પં. દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09111, 09112, 09017, 09018 અને 09569નું બુકિંગ 5 નવેમ્બર, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડું લઇને સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે આ વેબસાઇટ www.enquiry. Indianrail.gov.in પરથી જાણકારી મેળવી શકશો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.