પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને અમદાવાદ થી પટના માટે બે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ 16 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે સાબરમતીથી 18:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:00 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 પટના-સાબરમતી સ્પેશિયલ 18 એપ્રિલ 2024 થી 27 જૂન 2024 સુધી દર ગુરુવારે પટનાથી 05:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:30 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી નો એક કોચ, સ્લીપર ક્લાસના 08 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.
ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સ્પેશિયલ 21 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી દર રવિવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:45 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ 23 એપ્રિલ 2024 થી 02 જુલાઈ 2024 સુધી દર મંગળવારે પટનાથી 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:10 કલાકે અમદાવાદ પહોંચશે માર્ગમાં બંને દિશામાં ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, દમોહ, કટની મુરવાડા, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.
ટ્રેન નંબર 09405 અને 09093નું બુકિંગ 15 એપ્રિલ, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે