પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ અને ભાવનગર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
યાત્રીઓની સુવિધા તથા તહેવારોની સિઝન દરમિયાન તેમની માગણીને પૂર્ણ કરવાના હેતુસર બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર વચ્ચે ખાસ ભાડું લઇને સાપ્તાહિક તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તહેવારોની સિઝન દરમિયાન તેમની માગણીને પૂર્ણ કરવાના હેતુસર બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર વચ્ચે ખાસ ભાડું લઇને સાપ્તાહિક તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તહેવાર સ્પેશિયલ ટ્રેનોનું ભાડું આ મુજબ છે :
ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 19.25 વાગ્યા બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.40 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 09 નવેમ્બર, 2023થી 28 ડિસેમ્બર, 2023 સુધી દોડશે. એ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે 00.30 વાગ્યે ગાંધીધામથી પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 14.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 09 નવેમ્બર, 2023થી 28 ડિસેમ્બર, 2023 સુધી દોડશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરિવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. આ ટ્રેનમાં એસી કોચમાં લિનન આપવામાં આવશે નહીં.
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ દર શુક્રવારે 09.15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 23.45 વાગ્યા ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 10 નવેમ્બર, 2023થી 29 ડિસેમ્બર, 2023 સુધી દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 09 નવેમ્બર, 2023થી 28 ડિસેમ્બર, 2023 સુધી દોડશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ઢોલા, સોનગઢ અને ભાવનગર પરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન નં. 09415, 09416, 09207 તેમ જ 09208નું બુકિંગ 1 નવેમ્બર, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડું લઇને સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના અંગે વિગતવાર જાણકારી માટે યાત્રી અહીં આપેલી વેબસાઇટ પર જઇને જાણકારી મેળવી શકે છે www.enquiry.indianrail.gov.in
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને મળ્યા અને તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના વિચારો શેર કરતા સિંહે લખ્યું,
છતરપુરના બાગેશ્વર ધામ ખાતે એક સભાને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં સેવા આપતા સફાઈ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓના સમર્પણની પ્રશંસા કરી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં, મહા શિવરાત્રી સ્નાન 26 ફેબ્રુઆરીએ છે. આ પહેલા સોમવારે બોલિવૂડ સિંગર મોહિત ચૌહાણના ગીતો સાથે સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે.