રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સુવિધાનાં અભાવે દર્દીનાં મોત થાય એ માટે જવાબદાર કોણ : આપ પ્રમુખ
સીટી સ્કેન.એમ આર આઈ તેમજ કેટલાક રિપોર્ટ ની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ ન હોય અન્ય શહેરોમાં જઇ મોંઘા રિપોર્ટ કઢાવવા પડે છે, વારંવાર રજૂઆતો કરવા છતાં મૂંગી બેરી અને ડબલ એન્જિનની વાળી ભાજપ સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી.
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ મા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા એ મુલાકાત લેતા ત્યાં દાખલ કેટલાક તાલુકાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે વાત કરી તો જાણવા મળ્યું કે આ હોસ્પિટલોમાં દાખલ થયા દર્દીઓને સીટી સ્કેન. એમ આર આઈ તેમજ કેટલાક રિપોર્ટ ની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે આ ટ્રાયબલ વિસ્તારના ગરીબ દર્દીઓને ભરૂચ બરોડા જવા મજબૂર થવું પડે છે અને ત્યાં ખાનગી હોસ્પિટલોમાં આ રિપોર્ટ કરાવતા આર્થિક બોજ પડે છે,ત્યારે આ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ ડબલ એન્જિનની વાળી ભાજપ સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી.
નર્મદા જિલ્લામાં 3,000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે પણ નર્મદા જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને નિરાધાર દર્દીઓએ ત્યાંથી જરૂરી સગવડો નહિ મળતાં ભરૂચ બરોડા સુધી જવું પડે છે આ ખૂબ શરમજનક બાબત છે.
નિરંજન વસાવા એ કહ્યું કે અમે અગાઉ ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે તેમ છતાં આ મૂંગી બેરી સરકારના પેટનું પાણી હાલતું નથી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાના મોટા હોદ્દાઓ લઈને બેઠેલા જવાબદાર વ્યક્તિઓ છે છતાં કોઈ કામગીરી જણાતી નથી, ગામે ગામ જઈ વિકાસની મોટી મોટી વાતો કરાઇ છે પરંતુ દર્દીઓને પૂરતી સારવાર ન મળવાને કારણે તે લોકો મૃત્યું પામી રહ્યા છે પ્રજા એમને પૂછી રહી છે આ માટે જવાબદાર કોણ..?છતાં આ બાબતે એ જવાબદાર નેતાઓ કોઈ બોલવા તૈયાર નથી શું ખરેખર આ વિકાસ છે કે પછી વિકાસ ગાંડો થયો છે?
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.