વઘઈ સાપુતારા રોડ પર જામલા પાડા ગામ પાસે પિકઅપ ચાલકે કારને અડફેટે લેતા મહિલાને ઈજા
ડાંગ જિલ્લાના જમાલપાડા ગામે વઘઈ સાપુતારા રોડ પર પીકઅપ ચાલકે કારને ટક્કર મારતાં એક મહિલાને ઈજા થઈ હતી. ચંદ્રિકા નામની મહિલા તેના પતિ સાથે બ્રેઝા કારમાં જઈ રહી હતી ત્યારે પીકઅપ ટ્રકે રોડની રોંગ સાઈડથી તેમની કારને ટક્કર મારી હતી. ચંદ્રિકાને કપાળના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે વઢી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
(પ્રતિનિધિ સુશીલ પવાર)ડાંગ: ડાંગનાં વઘઈ તાલુકાનાં જામલપાડા ગામમાં વઘઈ સાપુતારા રોડ પર અજાણ્યા પિકઅપ ગાડી ચાલકે બ્રીઝા કારને ટક્કર મારી દેતા સુરતની એક મહિલાને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરનાં દિલીપ મનહર કાકડીયા (રહે.બી -1,301,સ્તુતિ એપાર્ટમેન્ટ ,અડાજણ ,સુરત શહેર)સુરતથી તેમની પત્ની ચંદ્રિકા સાથે બ્રેઝા ગાડી નં. GJ-05-RQ-2300 લઇને સાપુતારા ફરવા તેમજ કામ અર્થે જઈ રહ્યા હતા.તે વખતે વઘઇ થઇ સાપુતારા તરફ જતા હતા.તે વેળાએ જામલાપાડા ગામથી આગળ જતા વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે સાપુતારા તરફથી એક પીકઅપ ગાડીના ચાલક જેનો રજી. નં.GJ-19-X-5407 પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમા હંકારી લાવતા બ્રેઝા કારની આગળ ચાલતી એક ફોર વ્હીલ ગાડીને ટક્કર મારી દીધી હતી.અને બ્રેઝા કારને રોંગ સાઇડમા ડાબી બાજુ ટક્કર મારતા પત્ની ચંદ્રિકાને કપાળનાં ભાગે ઇજા પહોંચી હતી.જોકે પિકઅપ ચાલક નાસી છૂટયો હતો.જે બાદ તેમને સારવાર માટે વઘઇ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આ બનાવ બાબતે વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.