મહિલા પ્રીમિયર ક્રિકેટ લીગ: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું
વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈની ટીમે આ સ્પર્ધામાં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે.
વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈની ટીમે આ સ્પર્ધામાં પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો છે. ગઈકાલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે, મુંબઈએ 127 રનના લક્ષ્યાંકને 18 ઓવર અને 1 બોલમાં પાંચ વિકેટ ગુમાવીને સફળતાપૂર્વક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 46 રન બનાવ્યા હતા.
આજે, આ સ્પર્ધાની ચોથી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમો તેમની પ્રારંભિક મેચ હારી ચૂકી છે, તેથી તેમના માટે આજે જીતવું જરૂરી છે.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!
IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના નવા ઉપ-સુકાનીની જાહેરાત કરી છે. દિલ્હી ટીમે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી છે.