નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો પર બાળકોને સાથે રાખી કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી પર્વે આંગણવાડીના કેન્દ્રો પર વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પગલે નર્મદા જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડીઓમાં આ કાર્ય કરવામાં આવ્યું હતું.
દર વર્ષે તા.૫મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવે છે. નાનપણથી જ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે લગાવ-પ્રેમ જાગે, તેઓ પ્રકૃતિ સાથે સુમેળ સાધતા શીખે અને બાળપણથી જ પર્યાવરણની જાળવણીના બિજ તેમના મનમાં અંકુરિત થાય તેવા ભાવ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી પર્વે આંગણવાડીના કેન્દ્રો પર વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પગલે નર્મદા જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડીઓમાં આ કાર્ય કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના પ્રેરક માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલની રાહબરીમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓમાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રોમાં (પડતર) જમીનમાં આંગણવાડી કેન્દ્રોની આસપાસ બાળકોને સાથે રાખી આંગણવાડી વર્કર અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના નાના ભૂલકાઓ બાળ દોસ્તો પણ વૃક્ષ વાવેતર પ્રવૃતિમાં જોતરાયા હતા અને વૃક્ષારોપણનો આનંદ માણ્યો હતો. અને કુંડામાં બીજને ઉગાડવા પાણી રેડીને રાજીપો વ્યક્ત કર્યો હતો.
ગામના ભુલકાંઓને આંગણવાડી કાર્યકરો દ્વારા પર્યાવરણ સંરક્ષણ વિષય પર આંગણવાડી કેન્દ્રોમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બાળકોને વૃક્ષ, ફૂલ-છોડની સમજ-ઓળખ અને પર્યાવરણ પ્રત્યે સંવેદના જાગે એ માટે વૃક્ષારોપણ અને કુંડામાં વૃક્ષ-બીજ અંકુરણની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. જેમાં બાળકોએ હોશભેર ભાગ લીધો હતો.
તા.૫ જૂન સુધી આંગણવાડીમાં કેન્દ્રમાં થનાર પ્રવૃત્તિઓ જેવી કે, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ વિષય અન્વયે ચિત્ર સ્પર્ધા, કુંડામાં બીજ અંકુરણ પ્રવૃત્તિ, બાળકો સાથે નેચર વોક ગાર્ડન સફર અને ચકલી માટે માળા બનાવી વૃક્ષ ઉપર લગાડવા અને ઘરના આંગણામાં મુકવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને બાળકોને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આસપાસના વૃક્ષોની ઓળખ અને પરિચય પણ કરવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે અમદાવાદના મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના રહેવાસીઓ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. સમાજને રંગબેરંગી પતંગો અને અટપટી રંગોળીઓથી શણગારવામાં આવી હતી, જેનાથી ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું.
ગુજરાતીઓ માટે ઉત્તરાયણ માત્ર તહેવાર નથી; તે આનંદ, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉજવણી છે, જે રંગબેરંગી પતંગ ઉડાડવામાં આવે છે. દર વર્ષે, 14 અને 15 જાન્યુઆરીના રોજ, સમગ્ર ગુજરાતમાં લોકો આ વાઇબ્રન્ટ પ્રસંગને માણવા માટે ધાબા પર ભેગા થાય છે.
ઉતરાયણ પર્વ કાઈપો, એ... લેપેટના ખુશખુશાલ મંત્રોચ્ચાર સાથે. ઉત્સવ, ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તે માત્ર પતંગ ઉડાડવા માટે જ નથી પરંતુ સંગીત અને આનંદની સાથે ઉંધીયા અને જલેબી જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ માણવાનો પણ છે