World Cup Final: સ્ટેડિયમમાં પીએમ મોદી જોશે વર્લ્ડ કપની ફાઈનલ મેચ, ઓસ્ટ્રેલિયાના પીએમ પણ હાજરી આપી શકે છે
India vs Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અમદાવાદ જશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત vs ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ નિહાળશે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નવી દિલ્હીઃ ICC વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે. વર્લ્ડ કપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ નિહાળશે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે 2 ટીમો નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સિવાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા આવી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને યાદગાર અને ખાસ બનાવવા માટે એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેચની શરૂઆત પહેલા ભારતીય વાયુસેના અમદાવાદના આકાશમાં ફાઈટર પ્લેન વડે સ્ટંટ કરશે અને ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અજેય રહી છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ છેલ્લી 8 મેચ સતત જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમની સફર: મજબૂત બેટિંગ યુનિટ અને મજબૂત બોલિંગ આક્રમણ સાથે, ભારત સતત 10 મેચ જીતીને 12 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ વર્લ્ડ કપ ફાઈનલ સુધી ભારતની અજેય સફર નીચે મુજબ હતી.
પ્રથમ મેચઃ ચેન્નાઈમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું.
બીજી મેચઃ દિલ્હીમાં ભારતે અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું.
ત્રીજી મેચઃ અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું.
ચોથી મેચઃ પુણેમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું.
પાંચમી મેચઃ ભારતે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું
છઠ્ઠી મેચઃ લખનૌમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું.
સાતમી મેચ: મુંબઈમાં ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું.
આઠમી મેચઃ કોલકાતામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું.
નવમી મેચ: બેંગલુરુમાં ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું.
સેમીફાઈનલ: મુંબઈમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું.
છત્તીસગઢમાં એક મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં આપણા 8 જવાનો અને એક ડ્રાઈવર શહીદ થયા છે.
ચીન બાદ ભારતમાં પણ HMPV વાયરસના કેસ દેખાવા લાગ્યા છે. ICMR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્ણાટકના બે બાળકો HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારે ગુજરાતમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
ભારતનું મેટ્રો રેલ નેટવર્ક નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયું છે, જે 1000 કિમી સુધી વિસ્તર્યું છે અને ચીન અને યુ.એસ. પછી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું બની ગયું છે.