વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર પોલ પોગ્બા ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ, લાગ્યો 4 વર્ષનો પ્રતિબંધ
ફ્રાન્સના ફૂટબોલર પોલ પોગ્બા કે જેઓ વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે, તેને ગયા વર્ષે યોજાયેલા ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ હવે ફિફા દ્વારા ૪ વર્ષના પ્રતિબંધની સજા ફટકારવામાં આવી છે.
ફ્રાન્સની ટીમના સ્ટાર ફૂટબોલ ખેલાડી પોલ પોગ્બાને 29 ફેબ્રુઆરીના રોજ ડોપિંગ કેસમાં દોષિત જાહેર થતાં ચાર વર્ષના પ્રતિબંધની સજા ફટકારવામાં આવી હતી. ઇટાલીની એન્ટી ડોપિંગ એજન્સીએ સપ્ટેમ્બર 2023માં ડોપિંગ ટેસ્ટમાં પોગ્બા પોઝીટીવ જોવા મળ્યો હતો, જે બાદ હવે ફ્રેન્ચ ખેલાડીને આ પ્રતિબંધનો સામનો કરવો પડશે કારણ કે તે પોતાને નિર્દોષ સાબિત કરી શક્યો નથી.
ફ્રેન્ચ ટીમ માટે રમવા ઉપરાંત પોગ્બા ફૂટબોલ ક્લબ જુવેન્ટસ માટે મિડફિલ્ડર તરીકે પણ રમે છે. ઇટાલિયન લીગમાં રમતી વખતે પોગ્બા ટેસ્ટોસ્ટેરોન માટે પોઝિટિવ જોવા મળ્યો હતો. આ પછી, ઇટાલીની નેશનલ ડોપિંગ એજન્સીએ સપ્ટેમ્બરમાં તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો હતો.
પોલ પોગ્બાની ગણતરી ફૂટબોલ જગતના એવા મોટા ખેલાડીઓમાં થાય છે જેમણે 2018માં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોગ્બાના ડોપિંગ ટેસ્ટમાં તેનામાં સહનશક્તિ વધારતા હોર્મોન્સનું ઉચ્ચ સ્તર હોવાનું જણાયું હતું. તેનો પહેલો ટેસ્ટ ઓગસ્ટ 2023માં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓક્ટોબર 2023માં બીજી વખત તેનો સેમ્પલ લેવામાં આવ્યો હતો અને તે પણ પોઝિટિવ આવ્યો હતો.
પોગ્બા પર આ પ્રતિબંધ ત્યારથી શરૂ થાય છે જ્યારે પોગ્બા પ્રથમ વખત પોઝિટીવ જોવા મળ્યો હતો. તેથી ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય ખેલાડી પર ઓગસ્ટ 2027 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોગ હાલમાં 31 વર્ષનો છે અને જ્યારે પ્રતિબંધ સમાપ્ત થશે ત્યારે તે 34 વર્ષનો થઈ જશે, તેથી તેના માટે ફરીથી ફૂટબોલના મેદાનમાં પાછા ફરવું કોઈ સરળ કાર્ય નથી.
પોલ પોગ્બા ઈજાના કારણે 2022માં યોજાનાર ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ ટીમનો ભાગ બની શક્યો ન હતો. તે જ સમયે, વર્ષ 2023 માં ઘૂંટણની સર્જરીના કારણે, તે ઘણી ઓછી મેચોમાં રમતા જોવા મળ્યો હતો. વર્ષ 2022 માં પોગ્બાને ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી મફત ટ્રાન્સફર આપવામાં આવ્યા પછી, તે ઇટાલિયન ક્લબ જુવેન્ટસનો ભાગ બન્યો. પોગ્બાએ અત્યાર સુધીમાં 91 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમી છે અને મિડફિલ્ડર ખેલાડી હોવા છતાં તેના નામે 11 ગોલ પણ છે.
અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અરુણાચલ પ્રદેશ સામે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અર્જુને આ કામ પહેલીવાર કર્યું છે.
IPL 2025 મેગા ઓક્શન પહેલા, ગુજરાત ટાઇટન્સે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનને બેવડી ભૂમિકા સોંપી છે. આ ખેલાડીએ IPLમાં 2800થી વધુ રન બનાવ્યા છે.
બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.