વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે
ભારતની અવ્વલ પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે 18મી 20મી ઓક્ટોબર, 2023 વચ્ચે એશિયાનું સૌથી વિશાળ નવીનીકરણક્ષમ ઊર્જાનું પ્રદર્શન વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (ડબ્લ્યુઓસીઆઈ) શોની 9મી આવૃત્તિનું આયોજન કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
ભારતની અવ્વલ પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે 18મી 20મી ઓક્ટોબર, 2023 વચ્ચે એશિયાનું સૌથી વિશાળ નવીનીકરણક્ષમ ઊર્જાનું પ્રદર્શન વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (ડબ્લ્યુઓસીઆઈ) શોની 9મી આવૃત્તિનું આયોજન કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (ડબ્લ્યુઓસી) નામાંકિત વર્લ્ડ ઓફ કોન્ક્રીટ લાસ વેગાસની ભારતીય સમોવડિયા તરીકે કામ કરતાં કોન્ક્રીટ ઉદ્યોગને સમર્પિત રાષ્ટ્રનું અજોડ પ્રદર્શન તરીકે ગૌરવ લે છે.
આ ઈવેન્ટમાં 10,000 ઉદ્યોગના વ્યાવસાયિકો અને 200થી વધુ વૈશ્વિક પ્રદર્શનકારીઓ કોન્ક્રીટ ઉદ્યોગને નવો આકાર આપનારી અત્યાધુનિક પ્રોડક્ટો, ટેકનોલોજીઓ અને નવીતાનું પ્રદર્શન કરશે. પ્રદર્શનમાં કોન્ક્રીટ, મેસનરી, બાંધકામ અને સંબંધિત ઉપકરણો ક્ષેત્રોમાં પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીઓ રજૂ કરાશે,
આર્કિટેક્ટો, એન્જિનિયરો, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ મેનેજરોમાં જ્ઞાનનું આદાનપ્રદાન કરાશે.
નવીનતા અને સક્ષમતા પર કેન્દ્રિત મુખ્ય થીમ સાથે વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023 ત્રણ દિવસના પ્રદર્શનમાં અત્યાધુનિક કોન્ક્રીટ ટેકનોલોજીઓ, ઉપકરણો અને ઉદ્યોગને આકાર આપતી નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. તેમાં વ્યાપક ત્રણ દિવસનું નોલેજ ફોરમ અને કોન્ફરન્સમાં ડિજિટલાઈઝેશન અને પ્રીકાસ્ટ કન્સ્ટ્રકશન સહિત ઊભરતા પ્રવાહો પર સંબોધન કરાશે.
હાજરી આપનારને એઆઈ ઈન કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ્સ પર શ્વેતપત્ર રજૂ થતું જોવા મળશે. ઉપરાંત ઉદ્યોગના પડકારો પર સીઈઓ અને સીટીઓ ચર્ચાવિચારણા કરશે અને રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સિદ્ધિ અને ઉત્કૃષ્ટતા માટે એવોર્ડસ આપીને સન્માન કરાશે. ઉપરાંત પ્રોડક્ટ લોન્ચ, પ્રદર્શન, માસ્ટરક્લાસીસ, બીટુબી મિટિંગો અને વોટરપ્રૂફિંગ તથા ડ્રાય મોર્ટાર માટે વિશિષ્ટ પેવિલિયન જેવાં અનેક ઘટકો પણ હશે. એકત્ર મળીને આ તત્ત્વો વ્યાપક અને માહિતીસભર ઈવેન્ટ નિર્માણ કરશે, પ્રોડક્ટ પ્રસ્તુતિકરણને પ્રમોટ કરાશે, પ્રવાહની ખોજ અને બાંધકામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટની ઉજવણી પણ કરાશે.
આ વિશે ઉત્સુકતા વધારતાં ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા આજે હયાત અમદાવાદમાં પ્રી-ઈવેન્ટ ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ પ્રીવ્યુ ઈવેન્ટે મુખ્ય હિસ્સાધારકો, સરકારી પ્રતિનિધિઓ અને પત્રકારોને ભારતના બાંધકામ ઉદ્યોગની સંભાવનાઓમાં ઊંડાણથી ઊતરવા, ડોમેનમાં ગુજરાતના
વર્ચસ પર ભાર આપવામાં મદદરૂપ થશે. આ ઈવેન્ટમાં ઉચ્ચ સ્તરીય આગેવાનોમાં ગિફ્ટ સિટીના સીઓઓ શ્રી અરવિંદકુમાર રાજપૂત, બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા, અમદાવાદ સેન્ટરના ચેરમેન અને આરજેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ના ડાયરેક્ટર શ્રી કેવલ આર પરીખ, શ્રી એમ. આર. પટેલ, ડાયરેક્ટર, તૃષ્ણા સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઈવેટ લિ, ચિર-આયુ કંટ્રોલ્સ પ્રા, લિ.ના ડાયરેક્ટર શ્રી શૈલેષ ચૌહાણ, ડ્રાય મોટર કન્સલ્ટન્ટ, અને ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના સિનિયર ગ્રુપ ડાયરેક્ટર શ્રી રજનીશ ખત્તરનો સમાવેશ થતો હતો.
ભારતની બાંધકામ બજાર 2025 સુધી અધધધ 1.4 ટ્રિલિયન ડોલરે પહોંચવા સુસજ્જ હોઈ 51 મિલિયન લોકોને રોજગાર આપીને અને ભારતની જીડીપીમાં 9 ટકા યોગદાન આપીને દુનિયામાં સૌથી મોટી યોગદાનકર્તામાંથી એક છે. તેમાં ઉદ્યોગ, નિવાસી, કમર્શિયલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ, સંસ્થાકીય અને ઊર્જા તથા યુટિલિટીઝ બાંધકામ સહિત બાંધકામ ક્ષેત્રનો બહુઆયામ સમાવિષ્ટ છે. રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો આ ખૂબીઓને ઈંધણ આપે છે, જ્યારે ટેકનોલોજિકલ પ્રગતિ, જેમ કે, બિલ્ડિંગ ઈન્ફોર્મેશન મોડેલિંગ (બીઆઈએમ), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર), ઓગ્મેન્ટેડ રિયાલિટી (એઆર), રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)એ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી છે. આ જ રીતે સક્ષમ બાંધકામ સામગ્રીઓમાં ફ્લાય એશ અને રિસાઈકલ્ડ પ્લાસ્ટિકનો કચરો દાખલારૂપ છે.
પ્રીમિયમ લો-વોલેટિલિટી ગ્રેડ માટે ઓસ્ટ્રેલિયા મૂળના સ્પોટ કોકિંગ કોલના ભાવમાં 2024માં 12 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આયર્ન ઓરના ભાવમાં આ સમયગાળા દરમિયાન 9-10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
કારોબારી દિવસે ભારતીય શેર બજાર સપાટ ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી, પીએસયુ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, રિયાલિટી અને મીડિયા સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
આજની તારીખે, 7 જાન્યુઆરી, 2025 સુધી, ભારતના તમામ મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે.