યોગા બારની નવી નક્કોર બ્રાન્ડ – ‘યોગા બૅબી’
નાનાં બાળકો માટેની એક ઍક્સક્લુઝિવ શ્રેણી જે મિલેટ, ઑટ્સ અને રાગી જેવાં આખા ધાન્યોના પોષણની સારપ સાથે આવે છે.
બેંગ્લોર : ભારતની અગ્રણી હૅલ્થ ફૂડ બ્રાન્ડમાંથી એક, યોગા બાર હવે પોતાના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોના પ્રોડક્ટ પરિવારને વધુ એક હૂંફભર્યા વધારા સાથે વધુ વ્યાપક બનાવે છે. યોગા બૅબીનું સ્વાગત કરવા તૈયાર થઈ જાવ – એક આરોગ્યવર્ધક નવી શ્રેણી, જે પરિવારોના સૌથી નાના સભ્યોની અનોખી પોષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિચારપૂર્વક રચવામાં આવી છે. રુચિકર પોરીજ મિક્સની આ નવી શ્રેણી પાંચ વૈવિધ્યોમાં આવે છે- સ્પ્રાઉટેડ રાગી
ઍન્ડ મૅન્ગો, સ્પ્રાઉટેડ રાગી સ્ટ્રૉબૅરી, સ્પ્રાઉટેડ રાગી ઍન્ડ ઑટ્સ અને ઑટ્સ, ડૅટ્સ ઍન્ડ મિલેટ્સ.
મોટા ભાગના માતા-પિતાઓએ એ જાદૂઈ ક્ષણનો અનુભવ કર્યો જ હશે જ્યારે બધું જ ધ્યાન મારા પરથી ખસી "મારાં બાળકો" પર કેન્દ્રિત થાય છે. બાળકોને શ્રેષ્ઠતમ કાળજી-સંભાળ પૂરી પાડવાની ઇચ્છા તેમની પોતાની ઇચ્છાઓ અને જરૂરિયાતોથી ઉપરનું સ્થાન લઈ લે છે અને કુદરતી રીતે જ બધું ધ્યાન તેમના બાળકોની સુખાકારી તરફ વળી જાય છે. બાળકોને તંદુરસ્ત, ખુશખુશાલ અને વિકસતાં રાખવાના પ્રવાસમાં અનેક પરિબળો ચિત્રમાં આવે છે.
માતા અને દાદીઓ દ્વારા વારસામાં ભેટરૂપે મળેલી પારંપારિક રેસિપીઝથી યોગા બૅબી પ્રેરિત છે. અનેક સદીઓથી આપણી સંસ્કૃતિનો સ્વાભાવિક ભાગ એવાં જાડાં ધાન્યો (મિલેટ્સ)ને આ શ્રેણીમાં સમાવી લેવામાં આવ્યાં છે. આ ઉત્પાદનોનું દરેક તત્વ સાવચેતીપૂર્વક અને નૈતિક રીતે મેળવવામાં આવ્યું છે. પોષણથી સમૃદ્ધ આ સંયોજનોને સર્વોત્તમ મિલેટ્સ, ઑટ્સ અને રાગી જેવા આખા અનાજનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા છે. માતાઓ અને વાલીઓ પોતાનાં મૂળિયાં સાથે જોડાય, જેથી પોતાનાં સંતાનોને પોષણની ભેટ આપી શકે- આ નક્કર પ્રતિબદ્ધતા સાથે યોગા બૅબી બજારમાં પ્રવેશી રહ્યું છે.
એક સમર્પિત માતા અને યોગા બારનાં સહ-સંસ્થાપિકા અને સીઈઓ સુહાસિની સંપથે યોગા બૅબીનું સર્જન પોતાની નાની દીકરી માટે કર્યું છે. વ્યાપક શ્રેણીના લોકો માટે આ પ્રોડક્ટ લાઈન રજૂ કરતા તેઓ કહે છે, “મારો ધ્યેય બહુ સાદો છે. મારે દરેક માતાઓ અને વાલીઓને એવાં સાધન કે ઉપાયો આપવાં છે, જેનાથી તેઓ પોતાનાં બાળકોને પોષણની પુષ્ટિ આપી શકે, જેની તેમના વિકસી રહેલાં મગજ અને શરીરને ખરા અર્થમાં જરૂર છે અને તે પણ ગુણવત્તાસભર સામગ્રી મેળવવી કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વિના.”
“પરિવારો માટે યોગા બૅબી રજૂ કરતા અમે અપાર ગર્વ અને ઉત્સાહ અનુભવીએ છીએ. મારી નાનકડી દીકરીની માતા તરીકે, દરેક ભોજન પાછળની તૈયારી, વિચાર અને સાવચેતીપૂર્વકનું આયોજનનું મૂલ્ય મને સમજાય છે અને હું તેની સરાહના પણ કરૂં છું. કમનસીબે, આ બધું ઘણીવાર તમારા બાળક સાથેની કિંમતી ક્ષણોને તમારી પાસેથી છીનવી લે છે. યોગા બૅબી એ વાતની તકેદારી રાખશે કે માતા-પિતા બાળકોના ભોજનના આયોજનમાં ઓછો સમય ફાળવે અને તેમનાં બાળકો સાથે સુંદર યાદગીરીઓ સર્જવા માટે વધુ સમય આપી શકે..” તેમણે વધુમાં ઉમેર્યું હતું.
યોગા બૅબી મિક્સનું દરેક વૈવિધ્ય બાળકોના વિકાસનાં વર્ષોમાં તેમની અનોખી પોષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવ્યું છે. આ ઉત્પાદનો યોગા બારના ઑનલાઈન અને ઈ-કૉમર્સ મંચો પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં રિટેલ આઉટલેટ્સમાં પણ ઉપલબ્ધ થશે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,