જશોદામાની મૂર્તિ બનાવવાની પરંપરા જાળવતા વિરાણી મોટી પાટીદારના યુવાનો
જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજના લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે.
જન્માષ્ટમી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો આઠમો કૃષ્ણ તરીકેનો અવતાર જે આખાય ભારત સહિત વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતન સમાજ ના લોકો ભક્તિભાવ પૂર્વક આનંદ ઉલ્હાસ પૂર્વક ઉજવતા હોય છે. નંદ ઘેર આનંદ ભયોના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે સાતમ આઠમના કચ્છમાં માતા જશોદાની માટીની મૂર્તિ બનાવવાની પરંપરા વર્ષો જુની છે. પાટીદાર, આહિર, રબારી જ્ઞાતિ દ્વારા આ પરંપરા હજુ પણ જળવાઈ રહી છે ખાસ કરીને પાટીદાર સમાજની મોટી વસ્તી ધરાવતા ગામોના લોકો જે ધંધાર્થે બહાર વસતા હોય છે પરંતુ સાતમ આઠમ નિમિત્તે અવશ્ય માદરે વતન આવી ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે સમાન્ય રીતે ખાલી ખમ ભાસતા ગામડા સાતમ આઠમના તહેવારોમાં પુનઃ ધમધમી ઊઠે છે.
મોટી વિરાણી ગામે પણ પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં હોઈ સાતમ આઠમની સહિતનાં તહેવારો ગામમાં રોનક દેખાઈ આવે છે. મોટી વિરાણી ગામે પણ વર્ષો જુની મા જશોદા બનાવવાની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી ગામનાં પાટીદાર યુવક મંડળના સદસ્યો રમણીક ભાઈ સોમજીયાણી, પ્રભુદાસ ભાઈ નાકરાણી, કાંતિભાઈ વાડિયા, વિરેનભાઈ પોકાર, નિલેશભાઈ નાકરાણી,
કલ્પેશભાઈ નાકરાણી દ્વારા મા જશોદાની માટી ની મૂર્તિ સ્વ. હસ્તે તૈયાર કરી શણગારવામાં આવતી હોય છે. હાલના ઝડપી યુગમાં લોકોમાં સમયનો અભાવ જોવા મળે છે ઘણી બધી પરંપરા લુપ્ત થતી જાય છે ત્યારે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી પરંપરા જાળવતા યુવાનો ખરે ખર અભિનંદનને પાત્ર છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.