યુસુફ પઠાણે તોફાની ઈનિંગ્સ પર આપી પ્રતિક્રિયા, કહ્યું તેના પુત્ર માટે શું પ્રેરણાદાયક હતું
Yusuf Pathan : ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી T10 લીગમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણના બેટમાં 26 બોલમાં 80 રનની શાનદાર વિસ્ફોટક ઈનિંગ જોવા મળી હતી, જેમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા.
ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી Zim Afro T10 લીગમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આવી ધમાકેદાર ઈનિંગ રમી, જેની ઘણી ચર્ચા થઈ. જોબર્ગ બફેલોઝ ટીમ તરફથી રમતા યુસુફ પઠાણે ડરબન કલંદર્સ સામે માત્ર 26 બોલમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 86 રનની અણનમ ઇનિંગ રમી હતી. યુસુફની આ ઇનિંગના આધારે જોબર્ગની ટીમે 10 ઓવરમાં 143 રનના ટાર્ગેટને 9.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
યુસુફ પઠાણે પોતાની ઇનિંગ્સ વિશે કહ્યું કે આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. તે વધુ ખાસ બની જાય છે કારણ કે મારો પુત્ર શાહી બોક્સમાંથી આ ઇનિંગ્સ જોઈ રહ્યો છે અને હું ઈચ્છું છું કે તેને તેના પિતા પર ગર્વ થાય. મને ખાતરી છે કે તે પણ આ બધી ક્ષણોમાંથી પ્રેરણા લેશે અને એક દિવસ ભારત માટે રમશે.
જિમ આફ્રો T10 લીગમાં, યુસુફ પઠાણ જોબર્ગ બફેલોઝ ટીમનો ભાગ છે, જેનું નેતૃત્વ પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝ કરી રહ્યા છે. યુસુફ પઠાણે પોતાની ટીમ માટે ઝિમ્બાબ્વેના યુવા ખેલાડીઓની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે હું ઝિમ્બાબ્વેના યુવા ખેલાડીઓ વિશે વાત કરવા માંગુ છું જે સતત ટીમમાં દરેકનો આત્મવિશ્વાસ વધારતા રહે છે. ટીમના તમામ ખેલાડીઓ તેમની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે અને વસ્તુઓ ખૂબ જ સરળ રાખી છે. હું યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ઘણો ખુશ છું. કારણ કે તે એક મોટી ટૂર્નામેન્ટ છે અને જ્યારે તમે સારૂ પ્રદર્શન કરો છો, તો તે તમારા ભવિષ્ય માટે સારૂ સંકેત આપે છે.
સુફે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ટીમમાં હાજર સિનિયર ખેલાડીઓએ યુવા ખેલાડીઓને આત્મવિશ્વાસ આપવાની જરૂર છે. આ તમારું કામ છે કારણ કે મહત્વપૂર્ણ મેચોમાં યુવા ખેલાડીઓ તમારા માટે મોટી ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ, જ્યારે યુવા ખેલાડીઓ આવી પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરે છે, તો તે તેમની કારકિર્દી માટે પણ ખૂબ સારી બાબત છે. જ્યારે હું નાનો હતો ત્યારે મને પણ મારા સિનિયર ખેલાડીઓ પાસેથી આવું શીખવા મળ્યું.
IND vs AUS: ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. સિરાજ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે.
India vs Japan, U19 Asia Cup: અંડર-19 એશિયા કપમાં ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 211 રને જીતી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતનો આ પ્રથમ વિજય છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત-ગમત અધિકારી નર્મદા દ્વારા “સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા-SGFI” અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયમ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી.