ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા
ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ એ, બીઆરએલએમ સાથે મંત્રણા કરીને, ઇક્વિટી શેર દીઠ 164 રૂપિયાના ભાવે (ઇક્વિટી શેર દીઠ 163 રૂપિયાના શેર પ્રીમિયમ સહિત) 5,975,609 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરીને બે તબક્કામાં 980 મિલિયન રૂપિયા (“પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ) એક્ત્ર કર્યા છે.
ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ એ, બીઆરએલએમ સાથે મંત્રણા કરીને, ઇક્વિટી શેર દીઠ 164 રૂપિયાના ભાવે (ઇક્વિટી શેર દીઠ 163 રૂપિયાના શેર પ્રીમિયમ સહિત) 5,975,609 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરીને બે તબક્કામાં 980 મિલિયન રૂપિયા (“પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ) એક્ત્ર કર્યા છે. આ પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ અનુક્રમે 10 ઓગસ્ટ, 2023 અને ઓગસ્ટ 11, 2023ના રોજ યોજાયેલી તેમની બેઠકમાં બોર્ડ અને શેરધારકોની મંજૂરીને આધિન હાથ ધરવામાં આવ્યો છે.
કંપનીએ પ્રથમ તબક્કામાં શ્રી આશિષ રમેશચંદ્ર કચોલિયાને 300 મિલિયન રૂપિયાની મૂલ્યના 1,829,269 ઇક્વિટી શેર; બંગાળ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 300 મિલિયન રૂપિયાની મૂલ્યના 1,829,269 ઇક્વિટી શેર, સુશ્રી હિમાંશી કેલાને 95 મિલિયન રૂપિયાની મૂલ્યના 579,268 ઇક્વિટી શેર, એબસોલ્યુટ રિટર્ન સ્કીમને 15 મિલિયન રૂપિયાની મૂલ્યના
91,461 ઇક્વિટી શેર, વિકાસા ઇન્ડિયા ઇઆઇએફ- I ફંડ – ઇન્ક્યુબ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝને 10 મિલિયન રૂપિયાની મૂલ્યના 60,976 ઇક્વિટી શેર અને એસિન્ટ્યો ઇન્વેસ્ટમેન્ટ ફંડ પીસીસી-સેલ 1ને 10 મિલિયન રૂપિયાની મૂલ્યના 60,976 ઇક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે.
કંપનીએ બીજા તબક્કામાં વેલ્યૂ ક્વેસ્ટ સ્કેલ ફંડને 250 મિલિયન રૂપિયાની મૂલ્યના 1,524,390 ઇક્વિટી શેર ફાળવ્યા છે. કંપનીએ પાછલા વર્ષે તેમના પ્રસ્તાવિત આઇપીઓ માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કર્યું હતું. સેબીમાં દાખલ કરાયેલા ડીઆરએચપી મુજબ, આઇપીઓમાં 4,900 મિલિયન રૂપિયા સુધીના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યુ) છે અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર (આ ઓફર ફોર સેલ) દ્વારા 10,526,316 ઇક્વિટી શેર અને 10,526,316 ઇક્વિટી શેર્સનું ઓફર ફોર સેલ છે.
આ 10,526,316 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલમાં રાજ પી નારાયણમ દ્વારા 1,529,677 ઇક્વિટી શેર સુધી;અવિનાશ રમેશ ગોડખિંડી દ્વારા 1,529,677 ઇક્વિટી શેર સુધી (પ્રમોટર સેલિંગ શેરધારકો); વેન્ચરઇસ્ટ પ્રોએક્ટિવ ફંડ એલએલસી દ્વારા 2,830,499 ઇક્વિટી શેર સુધી; જીકેએફએફ વેન્ચર્સ દ્વારા 2,046,026 ઇક્વિટી શેર સુધી; વેન્ચરઇસ્ટ SEDCO પ્રોએક્ટિવ ફંડ LLC દ્વારા 538,557 ઇક્વિટી શેર સુધી; વેન્ચ્યુરેસ્ટ ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા 118,040 ઇક્વિટી શેર સુધી; ઝુઝુ સોફ્ટવેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (કોર્પોરેટ સેલિંગ શેરહોલ્ડર) દ્વારા 1,765,540 ઈક્વિટી શેર સુધી; કોટેશ્વર રાવ મેદુરી દ્વારા 91,800 ઇક્વિટી શેર સુધી; અને માલવિકા પોદ્દાર (“વ્યક્તિગત શેરધારક વેચાણ”) દ્વારા 76,500 સુધીના ઇક્વિટી શેર વેચવામાં આવ્યા છે. ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, IIFL સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ
લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.