જી.ટી.યુ.દ્વારા ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઝોન-2 ની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જીપેરી ખાતે તારીખ: 07/08/2024 ના કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીની જુદી જુદી 15 કોલેજોના કુલ 172 ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઝોન-2 ની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જીપેરી ખાતે તારીખ: 07/08/2024 ના કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીની જુદી જુદી 15 કોલેજોના કુલ 172 ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગની સ્પર્ધામાં જી.ઇ.સી., મોડાસાની ટીમ વિજેતા થઈ હતી અને ઉપ વિજેતા તરીકે જી.ઈ.સી.,ગાંધીનગરની ટીમ વિજેતા બની હતી.જ્યારે બહેનોના વિભાગમાં એસ.એસ.આર.જી., વડસ્માની ટીમ વિજેતા નીવડી હતી અને ઉપવિજેતા પદ વિ.જી.ઇ.સી.,ચાંદખેડા ની ટીમે પ્રાપ્ત કર્યું હતું.આ ઉપરાંત આંતર ઝોનમાં રમવા માટે જીપેરીની એક વિદ્યાર્થિની કુ. કિરણ પટેલની પસંદગી થયેલ છે.આ સ્પર્ધામાં સંસ્થાના આચાર્ય ડૉ.ચિરાગ વિભાકર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.આકાશ ગોહિલ દ્વારા તથા સંસ્થાના આચાર્ય ડૉ. ચિરાગ વિભાકર ના માર્ગદર્શન હેઠળ જીપેરીના સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવ્યું.
જુનૈદ ઝફર ખાનનું ઓસ્ટ્રેલિયામાં મેદાન પર મોત: 41.7 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં અકસ્માત. તાજેતરના ક્રિકેટ સમાચાર અને ગરમીની અસર જાણો.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.