લુડો સુપ્રીમ મલ્ટી-ટેબલ ટુર્નામેન્ટ સાથે સ્ટેનફેસ્ટ 2024માં Zupee કેન્દ્ર સ્થાને રહી
ગેમિંગ પ્લેટફોર્મ Zupeeએ સ્ટેનફેસ્ટ 2024ના ટાઇટલ સ્પોન્સર તરીકે ગર્વભેર ભાગીદારી કરી હતી જે 250થી વધુ ટોચના કન્ટેન્ટ ક્રિએટર્સ તથા 30,000 ઉત્સાહી ચાહકોના ડાયનેમિક સમૂહને સાથે લાવી હતી અને તેની ડિજિટલ પહોંચ 500 મિલિયન લોકો સુધી પહોંચી હતી.
ભારતના અગ્રણી કુશળતા આધારિત કેઝ્યુઅલ ગેમિંગ પ્લેટફોર્મ Zupeeએ સ્ટેનફેસ્ટ 2024ના ટાઇટલ સ્પોન્સર તરીકે ગર્વભેર ભાગીદારી હતી હતી જે 250થી વધુ ટોચના કન્ટેન્ટ ક્રિએટર્સ તથા 30,000 ઉત્સાહી ચાહકોના ડાયનેમિક સમૂહને સાથે લાવી હતી અને તેની ડિજિટલ પહોંચ 500 મિલિયન લોકો સુધી પહોંચી હતી.
આ ઇવેન્ટ ક્રિએટિવિટી, ફેનડમ અને ગેમિંગની ઊજવણી હતી જેમાં Zupeeની રોમાંચક લુડો સુપ્રીમ મલ્ટી-ટેબલ ટુર્નામેન્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રણ રાઉન્ડની સ્પર્ધામાં 16 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં જાણીતા ક્રિએટર્સ Ashish Chanchlani, Fukra Insaan, Team R2H અને Mortal ઉપરાંત પસંદગીના ઓડિયન્સ મેમ્બર્સ સમાવિષ્ટ હતા જેમને તેમના માનીતા ક્રિએટર્સની સાથે સ્પર્ધા કરવાની અનોખી તક મળી હતી.
આ સહયોગ અંગે Zupeeના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્ટેનફેસ્ટ 2024 ખાતે અમારી લુડો સુપ્રીમ મલ્ટી-ટેબલ ટુર્નામેન્ટમાં મજબૂત ભાગીદારી જોતા અમે ખૂબ જ ઉત્સાહિત હતા જે ભારતની વાઇબ્રન્ટ ક્રિએટર કમ્યૂનિટી અને ગેમિંગ ઉત્સાહીઓને સાથે લાવી હતી. Zupee ખાતે અમે ઇમર્સિવ, કુશળતા આધારિત ગેમિંગ અનુભવો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે જોડાણને પ્રેરણા આપે છે અને પ્રતિભાઓની ઊજવણી કરે છે. અમે સતત એવી મહત્વની ભાગીદારીને ચાલુ રાખીશું જે ગેમિંગ ઉદ્યોગને આગળ લઈ જાય અને ભારતમાં ગેમિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં યોગદાન આપે.
આ ટુર્નામેન્ટ પ્રત્યેક ચાર પ્લેયર્સના ચાર પૂલ સાથે શરૂ થઈ હતી જેમાં તેમણે પ્રતિષ્ઠિત સેમી ફાઇનલમાં જગ્યા મેળવવા માટે સ્પર્ધા કરી હતી. ચાહકોના ફેવરિટ Ashish Chanchlani અને Mortalને પૂલ સ્ટેજમાંથી બહાર જવું પડ્યું હતું ત્યારે Fukra Insaan ને જીત મળી હતી પરંતુ આ જીતને તેણે અન્ય પ્લેયરને આપી દીધી હતી જે રમતની ભાવના દર્શાવે છે.
સેમી ફાઇનલમાં આઠ પ્લેયર્સે બે પૂલમાં સ્પર્ધા કરી હતી જેના પછી સ્પર્ધા ચાર અદ્વિતીય ફાઇનલિસ્ટ સુધી સમેટાઈ હતી. દિલધડક ફાઇનલ મેચમાં તેની અદ્વિતીય વ્યૂહાત્મક ક્ષમતાઓ બતાવવા બદલ અલ્ટીમેટ શોડાઉનને વિજેતા જાહેર કરાયો હતો.
ગેમિંગ એક્શન ઉપરાંત Zupeeએ ઓડિયન્સ માટે ઇન્ટરેક્ટિવ અને એન્ગેજિંગ અનુભવ સુનિશ્ચિત કર્યો હતો. એમસીએ લાઇવ ક્વિઝ યોજી હતી અને ભાગ લેનારાઓને તેમના ઉત્સાહી જવાબો બદલ Zupee બ્રાન્ડેડ સિપર્સના ઇનામો આપ્યા હતા. રોમાંચમાં વધારો કરતા પાંચ સ્પર્ધકોને તેમના અભૂતપૂર્વ પ્રદર્શન બદલ પ્રીમિયમ સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા.
સ્ટેનફેસ્ટ 2024 ખાતે Zupeeના ઇનોવેટિવ લુડો સુપ્રીમ મલ્ટી-ટેબલ ટુર્નામેન્ટ ફોર્મેટે ન કેવળ કુશળતા આધારિત ગેમિંગની વ્યૂહાત્મક ગહનતા દર્શાવી હતી પરંતુ ભારત કેવી રીતે ગેમ્સનો અનુભવ કરે છે તથા દરેક સ્તરે સમાવેશકતા અને આનંદને પ્રોત્સાહન આપે છે તેની નવેસરથી વ્યાખ્યા કરવામાં કંપનીની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.
શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું અને મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:44 વાગ્યે, સેન્સેક્સ 86 પોઈન્ટ (0.11%) વધીને 76,606 પર હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ (0.10%) વધીને 23,231 પર હતો.
સરકારી ઓઈલ કંપનીઓએ આજે 23 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં સવારે 6 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કરવામાં આવે છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.