જર્મનીમાં ચર્ચ પર હુમલો, ફાયરિંગમાં 7 લોકોના મોત, ઘણા ઘાયલ
હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ ઘટના એલ્સ્ટરડોર્ફ વિસ્તારમાં બની હતી અને સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે હાલ અમે હુમલાના કારણોની તપાસ કરી રહ્યા છીએ.
જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક ચર્ચમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકો માર્યા ગયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ ઘટના એલ્સ્ટરડોર્ફ વિસ્તારમાં બની હતી અને સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે હાલ અમે હુમલાના કારણોની તપાસ કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો ગ્રોસ બોર્સ્ટેલ જિલ્લાના ડીલબોગે સ્ટ્રીટ પર એક ચર્ચમાં થયો હતો.
હકીકતમાં જર્મનીના હેમ્બર્ગ શહેરમાં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. 7 લોકોના મોત ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાયરિંગ ઉત્તરી જર્મન શહેર હેમ્બર્ગમાં થયું હતું. હાલ હેમ્બર્ગ પોલીસ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અને આરોપીઓને શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા પાછળનો હેતુ શું હતો, તે હજુ સ્પષ્ટ થયું નથી.
ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન
હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કરીને આ બાબતની પુષ્ટિ કરી છે. તેણે લખ્યું કે એલ્સ્ટરડોર્ફ જિલ્લામાં એક મોટું પોલીસ ઓપરેશન ચાલી રહ્યું છે, જ્યાં એક ચર્ચમાં ગોળીબાર થયો હતો. જોકે પોલીસે આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
લોકોને ઘરમાં રહેવાની અપીલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જર્મન પોલીસના પ્રવક્તાએ કહ્યું કે હુમલા બાદ અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે કે લોકો પોતાના ઘરમાં જ રહે. આ સિવાય ફોનનો ઉપયોગ ત્યારે જ કરવાનું કહેવામાં આવ્યું છે જ્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય, જેથી નેટવર્ક પર વધુ ભાર ન પડે.
પોલીસે ચર્ચ પાસે ઘેરો ઘાલ્યો
હેમ્બર્ગ પોલીસે જણાવ્યું કે ચર્ચની આસપાસના સમગ્ર વિસ્તારની શેરીઓ કોર્ડન કરી લેવામાં આવી છે. આ સાથે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ સીસીટીવી ફૂટેજ પરથી હુમલાખોરોની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં.
PM મોદીએ શનિવારે કુવૈતમાં ગલ્ફ સ્પાઈક લેબર કેમ્પની મુલાકાત લીધી, જ્યાં લગભગ 1,500 ભારતીય નાગરિકો રાખવામાં આવ્યા છે.
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને તાજેતરમાં પૂર પીડિતો માટે પુનઃનિર્મિત ઘરોની પૂર્ણાહુતિની ઉજવણીના સમારોહમાં હાજરી આપી હતી,
જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં કાર હુમલામાં સાત ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. ત્રણ પીડિતોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે,