કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહત, 2017ની મહેસાણા રેલી કેસમાં નિર્દોષ
મહેસાણા જિલ્લા અને સેશન્સ કોર્ટે બુધવારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય નવને જુલાઈ 2017માં પોલીસની પરવાનગી વિના મહેસાણા શહેરમાંથી યોજાયેલી રેલી સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે બુધવારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય નવને જુલાઈ 2017માં પોલીસની પરવાનગી વિના મહેસાણા શહેરમાંથી યોજાયેલી રેલી સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, પૂર્વ એનસીપી સભ્ય અને હવે AAPના ગુજરાત પ્રવક્તા રેશ્મા પટેલનો પણ નિર્દોષ છુટકારોમાં સમાવેશ થાય છે. કોર્ટે ફરિયાદ પક્ષના કેસને વાહિયાત ગણાવ્યો હતો. હકીકતમાં મે 2022માં કોર્ટે જિજ્ઞેશ અને અન્ય 9 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી.
મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણય બાદ જિલ્લા અને સેશન્સ કોર્ટમાં બે અપીલ દાખલ કરવામાં આવી હતી. જે બાદ આજે ચુકાદો આપતાં જિલ્લા અને સેશન્સ કોર્ટે આ કેસમાં તમામ 10 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. એડીજે પવારની અદાલતે સ્વીકાર્યું કે જ્યારે આ રેલી કાઢવામાં આવી ત્યારે કોઈ નુકસાન થયું ન હતું, પોલીસને કોઈ રીતે નુકસાન થયું ન હતું, ન તો CrPC હેઠળ કોઈ કલમ 144 લાગુ હતી. જે બાદ કોર્ટે ફરિયાદ પક્ષના કેસને પાયાવિહોણા ગણાવી તમામને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે 12 જુલાઈ, 2017ના રોજ ઉનામાં કેટલાક દલિતોને જાહેરમાં માર મારવાને લઈને રાજ્યમાં ભારે આંદોલન થયું હતું. આ ક્રમમાં મેવાણી અને તેમના સાથીદારોએ મહેસાણાથી ધાનેરા સુધી રેલી પણ કાઢી હતી. આ સાથે કૌશિક પરમારે મહેસાણાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે જિજ્ઞેશ મેવાણી દ્વારા સ્થાપિત સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બેનર હેઠળ રેલી યોજવા માટે પરવાનગી પણ માંગી હતી, જોકે શરૂઆતમાં પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ પછી સત્તાવાળા દ્વારા રદ કરવામાં આવી હતી. . પરવાનગી રદ થયા બાદ પણ આયોજકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.