મેનેજમેન્ટમાં જ નહી પરંતુ માનવ સમાજમાં કન્સેપ્શનલ થિંકિંગ જરૂરી
- આપણી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને વોટ-ઇફ થિંકિંગ તાલીમ મળવી જોઇએ. વોટ-ઇફ ટ્રેનિંગ એટલે જો આમ થાય તો શું થાય? તેની ચિંતા કરવાની તાલીમ
ગુ જરાતીમા કન્સેપ્ટ એટલે વિભાવના, ખયાલ, વિચાર, ધારણા, સંજ્ઞાા વગેરે પરંતુ તેને માટે આ શબ્દો પૂરતા નથી. અંગ્રેજીમા કન્સેપ્ટ પરથી કન્સેપ્શન શબ્દ બન્યો છે. જેનો અર્થ ગર્ભધારણ થાય છે. તે રીતે જોતા કન્સેપ્ટ એટલે વિચારોનો જન્મ. વિજ્ઞાાનનો પ્રાણ જ કન્સેપ્શન છે. ગુરૂત્વાકર્ષણને જોઈ શકાતું નથી પરંતુ ગુરૂત્વાકર્ષણના નિયમને ચકાસી શકાય છે. કન્સેપ્ટસ અર્મૂત (એબસ્ટ્રેક્ટ) હોય છે. મેનેજમેન્ટમા પચાસેક વર્ષ પહેલા 'લોંગરેન્જ પ્લાનીંગ'નો કન્સેપ્ટ ઊભો થયો અને તે કન્સેપ્ટને આધારે જગતની મોટી મોટી કંપનીઓએ લોંગરેન્જ પ્લાનીંગના થીંક ટેંક ડીપાર્ટમેન્ટસ ઊભા કર્યા હવે લોંગ રેન્જ પ્લાનીંગનો કન્સેપ્ટ કાલગ્રસ્ત થઇ ગયો છે અને તેની જગ્યા સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના વિચારે લીધી છે. કંપનીઓ હવે વિઝન અને મિશન સ્ટેટમેન્ટસ ઘડવા માંડી છે અને પોતાનું સ્વોટ (સ્ટ્રેન્થ્સ, વીમ્નેસીઝ, ઓપોર્ચ્યુનીટી અને થ્રેટસ) પૃથ્થકરણ કરીને વ્યૂહરચના ઘડવામાં કુશળ બની છે. નવા કન્સેપ્ટ નવું સર્જન કરે છે. દા.ત., કોલેજ શિક્ષણનો આજથી દોઢસો વર્ષ પૂર્વનો કન્સેપ્ટ જેન્ટલમેન ઉભો કરવાનો હતો. આ જેન્ટલમેનને માટે સાહિત્ય ભાષા સામાજિક એટીકેટ વગેરેનું શિક્ષણ અનિવાર્ય હતું. આ શિક્ષીત જેન્ટલમેન અનેક પ્રકરાની નોકરીઓ (જનરલ પર્પઝ નોકરીઓ) માટે લાયક ગણાતા હતા. શિક્ષણનો આ સમગ્ર કન્સેપ્ટ લીબરલ એજ્યુકેશન તરીકે ઓળખાતો હતો. હવે ધીમે ધીમે લીબરલ એજ્યુકેશન (જે માટે આર્ટસ કોલેજીઝ ઊભી થઇ છે)નુ સ્થાન પ્રોફેશનલ એજ્યુકેશન કન્સેપ્ટે લીધુ છે. મેનેજમેન્ટના એજ્યુકેશનમાં માટે એમબીએ ડીગ્રીની શરૂઆત લગભગ સો વર્ષ પહેલા જ અમેરીકામા શરૂ થઇ. અર્થકારણ અને રાજકારણ એ લીબરલ આટર્સના વિષયો છે એવો કન્સેપ્ટ લંડન સ્કુલ ઓફ ઇકોનોમીક્સે બદલી નાખીને તેણે અર્થશાસ્ત્ર તેમજ રાજકારણને વિજ્ઞાાન ગણીને આ વિષયની તેના સ્નાતકો અને અનુસ્નાતકોને બી.એ. અને એમ.એ. નહી પણ બીએસસી અને એમએસસીની ડીગ્રીઓ આપવાનુ શરૂ કર્યુ. આમ આપણે જોઈ શકીએ છીએ. બદલાયેલા કન્સેપ્ટસ કેવી રીતે નવા વિચારોને જન્મ આપે છે. કન્સેપ્ટ માટે એક સામાન્ય નિયમ એવો છે કે તે એટલો બધો બહોળો ના હોવો જોઇએ કે જેથી તે એકદમ અસ્પષ્ટ થઇ જાય અને તે એટલો બધો સાંકડો કે નિશ્ચીત ના હોવો જોઇએ કે જેથી તે નવા વિચારોને જન્મ આપી ના શકે.
કન્સેપ્ટ, કલ્પના અને ક્રીએટિવિટી
ક્રીએટિવિટીના ક્ષેત્રમા બેતાજ બાદશાહ ગણાતા એડવર્ડ ડી.બોનોના પુસ્તકો દરેક ઉચ્ચ શીક્ષણની સંસ્થામાં હોવા જોઇએ. એડવર્ડ ડી.બોનોએ તેમના 'હાઉ ટુ હેવ એ બ્યુટીફુલ માઇન્ડ' નામના પુસ્તકમા એક સૂચન એવુ કર્યું છે કે આપણી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને વોટ-ઇફ થીકીંગ તાલીમ મળવી જોઇએ. વોટ-ઇફ ટ્રેનીંગ એટલે જો આમ થાય તો શું થાય તેનું ચિંતા કરવાની તાલીમ દા.ત. આવતી કાલથી ત્રીજુ યુદ્ધ શરૂ થઇ જાય તો શું થાય? માત્ર સ્ત્રીઓ માટે જ નહી પરંતુ પુરૂષો માટે પણ બુરખો ફરજિયાત કરવામાં આવે તો શુ થાય? ધારો કે વિશ્વયુદ્ધને નિવારવા દેવાધીદેવ શંકર ભગવાન સાક્ષાત પ્રગટ થઇને જગતના તમામ શસ્ત્રોનો સંહાર કરે તો શું થાય? આવતી કાલે સૂરજ ઉગવાનું બંધ કરે તો શું થાય? જો કૂતરાને બોલતા શીખવાડી શકાય તો શું થાય?
કૂતરાને બોલતો કરી શકાય તો શું થાય?
એક બૌધ્ધીક કસરત તરીકે બોલતા કુતરાનો કન્સેપ્ટ કેટલા બધા નવા વિચારોને જન્મ આપી શકે છે તેનુ ઉદાહરણ જોઇએ.
કૂતરાને માનવભાષામાં બોલતો કરી શકાય તો તે વખતોવખત તમારી સામુ બોલે અને અન્ય કૂતરાઓ આગળ તમારી વિરૂધ્ધ ફરીયાદ કરે તમે કૂતરાને બહાર ફરવા લઇ જાઓ તો તમને કહે કે આજે બહાર ફરવા જવાનો મારો મૂડ નથી. જો તમે મને બળજબરીપૂર્વક બહાર લઇ જશો તો તમને કરડીશ અથવા તો તમારી પત્નીની ગેરહાજરીમા પાડોશીની સ્ત્રી સાથે તમે કેવી તાળીઓ પાડીને હસીખુશીથી વાતો કરો છો તે વાત તમારી પત્નીને કહી દઈશ. તમે કુતરાને પાડોશીને સંદેશ આપવા મોકલી શકો છો.
તમારા પર આવેલા ટેલીફોન કુતરાને ઉપાડવાનું કહી શકો છો અને આ ટેલીફોન અમુક વ્યક્તિનો હોય તો તમે ઘરમા નથી એવો સંદેશો ટેલીફોન કરનારને આપવાનું કૂતરાને કહી શકો છો. વૃધ્ધજનો એકલતા ટાળવા કૂતરાને પાળે છે તથા બોલતો કૂતરો તો વૃધ્ધજનોનો મોટો સહારો બની શકે છે. ઘરમા ઘૂસેલા ચોરને ધમકી આપીને ચોર, ચોર ચોર એવી બૂમો પાડીને ભગાડી શકે છે. કૂતરો એ ટેલીવીઝનની જાહેરાતો સાભળતો હોય તો કંપનીઓ એવી કરામતી જાહેરાતો કૂતરાને લક્ષ કરીને આપે કેકૂતરો માલીકને કહે કે મારે માટે આ ડોગફૂડ તમારે લાવવુ જ પડશે. બોલતો કૂતરો ડેટીંગ પર જાય તો માલીકને કહી શકે કે હું આજે મોડો આવીશ. મારૂં ડોગફૂડ ઢાંકી રાખજો. કોઈ દુષ્ટ માનવીને તુ કૂતરા જેવો છું તેમ કહીને તેનુ અપમાન કરવામા આવે છે. તો બોલાતા કૂતરાઓ સભા ભરીને કોઈ તોફાન કરતા કૂતરાને એમ કહી શકે તુ માનવજાત કરતા પણ અધમ સાબીત થયો તું આખરે તારી માનવજાત બતાવીને જ રહ્યો. તમે ઘરબહાર જાઓ તો બોલતો કૂતરો તમારા બાળકોને વધુ સારી રીતે સંભાળી શકે છે અને એકદમ નાના બાળકને હાલરડા ગાઈને સુવાડી શકે છે. માનવભાષા બોલતા શીખેલા કૂતરાઓ નાગરીક હક્કો માગી શકે અને ચૂંટણીમા પણ ઊભા રહી શકે. તેઓ 'જાગતે રહો' રાજકીય પક્ષની સ્થાપના કરી સત્તા પણ મેળવી શકે. કૂતરાઓ પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર માગી શકે અને 'કુતરત્વ' જગતની શ્રેષ્ઠ વિચારસરણી છે અને તેથી સમગ્ર માનવ જાતે કુતરત્વ અપનાવવું જ પડશે.
એમબીએના વિદ્યાર્થીઓએ આ ઉપરાંત ઘણા વિચારો રજૂ કર્યા હતા ટૂંકમાં કન્સેપ્ટ એ માનવસમાજનો અભિન્ન હિસ્સો છે.
Poplar Tree Farming : ખેતરોમાં પોપ્લર વૃક્ષો ઉગાડીને સારી આવક થાય. તેને પોપ્લર ટ્રી પણ કહેવામાં આવે છે. તેના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ અને બોર્ડ બનાવવામાં થાય છે. આ વૃક્ષોની સાથે તમે અન્ય ખેતી પણ કરી શકો છો.
જો તમારી પાસે ક્યાંક મોટું ખેતર છે અને તેમાં રોકડિયા પાક ઉગાડવો હોય તો તમારે વાંસની ખેતી તરફ ધ્યાન આપવું જોઈએ. આમાં, કમાણી ઝડપી અને સારી છે. તેમાં વધારે મહેનત કે પૈસાની જરૂર નથી.
પ્રોડક્ટ કે સર્વિસ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં વિવિધ તબક્કામાંથી પસાર થાય તો સફળતાની શક્યતા ઉજળી બની જાય છે